Kinjal Dave: ગુજરાતી લોકસંગીત અને ગરબા ક્વીન તરીકે જાણીતી ગાયિકા કિંજલ દવે અને તેના મંગેતર ધ્રુવિન શાહને લઈને સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા જાગી છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલો મુજબ, કિંજલ દવે અને ધ્રુવિન શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. આ ઘટના બાદ બંને વચ્ચે સગાઈ તૂટી ગઈ હોવાની અફવાઓ અને ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સોશિયલ મીડિયા પરથી ફોટા પણ ગાયબ થયા
આ પણ વાંચો
સોશિયલ મીડિયા યુઝર્સ અને કિંજલ દવેના ફેન્સના ધ્યાને આવ્યું હતું કે બંનેના અધિકૃત ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એકબીજાના એકાઉન્ટ અનફોલો થઈ ગયા છે. એટલું જ નહીં, બંનેએ ભૂતકાળમાં સાથે શેર કરેલી તસવીરો અને સગાઈ સંબંધિત પોસ્ટ્સ પણ સોશિયલ મીડિયા પ્રોફાઈલમાંથી હટાવી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફેન્સ આ બાબતને સગાઈ તૂટવાનો સંકેત માની રહ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો વહેતી થઈ છે.
ઉલ્લેખનીય છે કે, કિંજલ દવે અને ધ્રુવિન શાહની સગાઈ અંદાજે છ મહિના પહેલાં જ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. સગાઈ બાદ કિંજલ અને ધ્રુવિન અવારનવાર પોતાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા. ચાહકો પણ આ જોડીને ખૂબ જ પસંદ કરતા હતા. જોકે, લાંબા સમય પછી પણ લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત થઈ ન હતી.
હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નહીં
ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરવાની ઘટના સામે આવ્યા બાદ કિંજલ દવે કે ધ્રુવિન શાહ તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન સામે આવ્યું નથી. કિંજલ દવેના ચાહકો આ સમાચારથી આશ્ચર્યમાં મુકાયા છે અને બંને વચ્ચે શું બન્યું છે તે જાણવા આતુર છે. હવે આ ચર્ચાઓ પાછળ સત્ય શું છે તે તો કિંજલ કે ધ્રુવિન પોતે જ સ્પષ્ટતા કરે ત્યારે જ સામે આવશે.
