Kaashi Raaghav Trailer: અમદાવાદ પીવીઆર ખાતે ફિલ્મની સ્ટાર કાસ્ટ દીક્ષા જોશી અને જયેશ મોરે તથા રાઇટર- ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામી તથા પ્રોડ્યુસર ધનપાલ શાહ સહિત ફિલ્મના અન્ય કલાકારોની હાજરીમાં ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર તથા "ગંગા" સોન્ગ લોન્ચ કરવામાં આવ્યું હતું.
ફિલ્મ 5 જાન્યુઆરીના રિલીઝ થશે
ફેમસ સિંગર જુબિન નૌટિયાલના અવાજમાં આ સોન્ગ મન મોહી લે તેવું છે. આ પ્રથમવાર છે કે જુબિન નૌટિયાલે કોઈ ગુજરાતી ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 3 જાન્યુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
દર્શકોમાં ઉત્સુકતા વધી
ટીઝર જોયા બાદ લોકોમાં આ ફિલ્મ અંગે વધુ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી. હવે ટ્રેલર રિલીઝ થતાં જ લોકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.
સિનેમેટિક ફિલ્મ હશે
ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ એક સિનેમેટિક ફિલ્મ છે જેમાં, દીક્ષા "પ્રોસ્ટિટ્યૂટ"ના અલગ જ અવતારમાં જોવા મળશે. આવું કદાચ કોઈપણ ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર બતાવવામાં આવ્યું છે. કાશી (દીક્ષા જોશી) તેની ગુમ થઈ ગયેલી દીકરીને શોધે છે અને પછી શું થાય છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ
દીક્ષા જોશી અને જયેશ મોરે સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકાર પીહૂ ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ભરત ઠક્કર, કલ્પના ગાગડેકર, સૌરભ સારસ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.
આ લોકેશન જોવા મળશે
ફિલ્મમાં કાશી વિશ્વનાથ, વારાણસી, કોલકાત્તા, ગુજરાત, મુંબઈ વગેરે પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે. એવું કદાચ કોઈ રિજનલ ફિલ્મમાં પ્રથમવાર દર્શાવવામાં આવ્યું છે.
જુબિન નૌટિયાલનો અવાજ જોવા મળશે
આ ફિલ્મ જતન પંડ્યા, જ્હાન્વી ચોપરા અને ધ્રુવ ગોસ્વામી દ્વારા સહ-લિખિત છે. વત્સલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. અગાઉ રેખા ભારદ્વાજના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ લોરી સોન્ગ "નીંદરું" લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યંત પ્રખ્યાત જુબિન નૌટિયાલના અવાજમાં ગવાયેલ ગંગા સોન્ગ પણ રિલીઝ કર્યું છે. આ બંને સિંગર્સે પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે તે ખરેખર ગર્વની વાત કહેવાય.