કેટલાક એક્ટર હેલ્થને પ્રમોટ કરે છે તો બીજી તરફ પાન મસાલાની એડ કરે છે - જ્હોન અબ્રાહમે કોની તરફ તાક્યું નિશાન

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 09 Aug 2024 05:58 PM (IST)Updated: Fri, 09 Aug 2024 05:58 PM (IST)
john-abraham-slams-actors-who-promote-paan-masala

John Abraham On Pan Masala Ads: જ્હોન અબ્રાહમ આ દરમિયાન તેમની આગામી ફિલ્મ વેદાને લઈને ચર્ચામાં છે. કેટલાક દિવસોથી તેઓ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેમણે ઈન્ટરવ્યુમાં પાન મસાલાની એડ કરતાં એક્ટરોને લઈને નિવેદન આપ્યું હતું.

પાન મસાલાની એડ કરતાં એક્ટરો પર શું કહ્યું
રણવીર અલાહાબાદિયાના પોડકાસ્ટમાં જ્હોને જણાવ્યું કે કેટલાક એક્ટર એવા છે જે એક તરફ હેલ્થ અને ફિટનેસને પ્રમોટ કરે છે. તો બીજી તરફ પાન મસાલાની એડ કરે છે. તેઓ મોત વેચી રહ્યા છે. હું મારા એક્ટર મિત્રો અને દોસ્તોને પ્રેમ કરું છું. પરંતુ હું મોત નહિ વેચું. પાન મસાલાનું વર્ષનું ટર્નઓવર 45 હજાર કરોડ છે. જેનો અર્થ છે કે સરકાર પણ તેને પ્રમોટ કરી રહી છે અને એટલે જ તે ગેરકાયદેસર નથી.

આ સાથે તેમણે કહ્યું કે જો હું મારું જીવન ઈમાનદારીથી જીવું અને જે ઉપદેશ હું આપું છું તેની પ્રેકટિસ કરું તો હું સારો રોલ મોડેલ બની શકું છું. પરંતુ હું દર્શકોની સામે મારું અલગ વર્જન રજૂ કરું અને તેમની પીઠ પાછળ બીજું કંઈક અલગ કરું તો તે ફેક છે. આ સાથે હું જણાવી દઉં કે આ માત્ર મારા વિચાર છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા અજય દેવગણ, અક્ષય કુમાર અને શાહરુખ ખાને પાન મસાલાને પ્રમોટ કરતી એડ કરી હતી. જે માટે અભિનેતાઓને ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા અને ટીકા સહન કરવી પડી હતી. જો કે બાદમાં અક્ષય કુમાર આ બ્રાંડથી અલગ થઈ ગયા હતા અને કહ્યું હતું કે તેઓ કોઈને હર્ટ કરવા નથી માંગતા. તેમણે કંપની સાથેનો તેમનો કોન્ટ્રેક્ટ સમાપ્ત કરી દીધો છે.