Bigg Boss 18: બિગ બોસ ઓટીટી 3 પર અરમાન મલિક તેમની બે પત્નીઓ કૃતિકા અને પાયલ સાથે જોવા મળ્યા હતા. કૃતિકા મલિકે ટોપ 5માં તેની જગ્યા બનાવી હતી. ત્યારે બિગ બોસ 18ને લઈને કૃતિકાને આવેલી ઓફર પર મલિક પરિવારે નિવેદન આપ્યું હતું.
લોકો માત્ર તેમના લગ્ન જોવે છે - પાયલ
પાયલ મલિકે એક બ્લોગમાં જણાવ્યું છે કે મલિક પરિવારમાંથી કોઈ પણ હવે વિવાદિત રિયાલિટી શોમાં ભાગ નહિ લે. બિગ બોસ ઓટીટી 3માં તેમનું લગ્નજીવન ચર્ચાનો વિષય બન્યું. કેટલાક લોકો એવા છે જે અમને હજી પણ પ્રેમ કરે છે અને અમને બિગ બોસ 18 માં જોવા માંગે છે.
આ પણ વાંચો
પરંતુ બિગ બોસમાં જે વ્યક્તિ સારું કરે છે. તેમને કોઈ જોવા નથી માંગતું. તમે તેને વ્યક્તિગત રીતે નથી જોતા, તેમના ગેમને નથી જોતા. લોકો માત્ર એ જોવે છે કે અમારા પરિવારમાં 3 લોકો છે. અરમાને બે લગ્ન કર્યા છે. હવે અમે નક્કી કર્યું છે કે કોઈ પણ બિગ બોસમાં ભાગ નહિ લે. હા તે સિવાય અન્ય કોઈ રિયાલિટી શો આવશે તો ચોક્કસ તેમાં જશે.
