Armaan Malik News: અરમાન મલિક અને તેનો આખો પરિવાર સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે. અરમાન મલિકની બંને પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિક પણ ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે મલિક પરિવારે તેમના ચાહકો સાથે પોતાનું દુઃખ શેર કર્યું છે. અરમાન મલિકની પત્ની કૃતિકા મલિકે જણાવ્યું છે કે તેનો બે વર્ષનો માસૂમ પુત્ર ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.
દીકરાને રિકેટ્સ નામની ગંભીર બિમારી
આ પણ વાંચો
તેમના હાલના વીડિયોમાં મલિક પરિવારે માહિતી શેર કરી છે કે તેમનો બે વર્ષનો પુત્ર જૈદ એ રિકેટ્સ નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ રોગ વિટામિન ડી, કેલ્શિયમ અથવા ફોસ્ફરસની ઉણપને કારણે થાય છે. આ વીડિયોમાં કૃતિકા મલિકે કે તેમના પુત્રના હાડકાં પહેલા કરતા નબળા થઈ ગયા છે.
પાયલ મલિક રડી પડી
અરમાન મલિકની બીજી પત્ની પાયલ મલિકે પણ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. પાયલ મલિકે પોતાનો રડતો વીડિયો શેર કર્યો છે. જેમાં ટ્રોલ્સને અપીલ કરી છે કે તેઓ તેના બાળકોને નિશાન ન બનાવે. તેમણે કહ્યું કે પહેલા તે સ્વસ્થ હતો પણ હવે તેની તબિયત બગડી રહી છે. મહેરબાની કરીને અમારા બાળકોને બદદુઆ ન આપો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા કૃતિકા અને પાયલ મલિક જૈદને હોસ્પિટલ લઈ જતા જોવા મળ્યા હતા. તે સમયે કેટલાક ચાહકોએ બાળકને માનસિક રીતે બિમાર બાળક કહ્યો હતો. કૃતિકા મલિકે ચાહકોને તેમના બાળકોને ટ્રોલ ન કરવાની પણ અપીલ કરી.
