Jignesh Barot New Song Sanedo: નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જીગ્નેશ કવિરાજે તો નવરાત્રી પહેલા જ ગરબાની રમઝટ બોલાવી દીધી છે. જીગ્નેશ કવિરાજ ફરી એકવાર 'સનેડો' ગીત લઈને આવ્યા છે. જે મણિરાજ બારોટની યાદ અપાવે છે.
જીગ્નેશ કવિરાજનું નવું ગીત 'સનેડો' રિલીઝ
જીગ્નેશ કવિરાજનું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. જે યુટ્યુબ પર સારેગામા ગુજરાતી ચેનલ પર રિલીઝ કરાયું છે. આ ગીતમાં જીગ્નેશ કવિરાજનો મણિરાજ બારોટ જેવો અંદાજ જોવા મળી રહ્યો છે. આ ગીતને પાર્થ ઠક્કરે મ્યુઝિક આપ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર પણ આ ગીતને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે.
એક જ દિવસમાં આ ગીતને 2,75,095 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. મહત્વનું છે કે આ ગીતમાં આરોહી અને તત્સત મુનશી પણ જોવા મળી રહ્યા છે. ચાહકો જીગ્નેશ કવિરાજના નવા ગીતને ખુબ પસંદ કરી રહ્યા છે. નવરાત્રીમાં પણ આ ગીત ભારે ધૂમ મચાવશે.