Jia Kannada Movie Robot: ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક મોટો પ્રયોગ થવા જઈ રહ્યો છે. જેમાં કન્નડ ફિલ્મ 'લંબોદર 2.0'માં પ્રથમ વખત અસલી રોબોટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
સિંપલ સુનીના ડિરેક્શનમાં બની રહેલી 'લંબોદર 2.0' ફિલ્મમાં બેંગ્લુરુની 'મચાની રોબોટિક્સ' દ્વારા તૈયાર કરવામાં આવેલ રોબોટ 'જિયા' અગત્યની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મ જગતમાં ટેક્નોલોજીના આ નવતર અને મોટા પ્રયોગને લઈને મેકર્સ ખૂબ જ ઉત્સાહિત છે, જે પ્રેક્ષકોને પણ એક નવો અનુભવ પુરો પાડશે.
Surat: સચિનમાં A To Z હોસ્પિટલના ટૉપ ફ્લોર પર આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડે ભારે જહેમતે કાબુ મેળવ્યો
બેંગ્લુરુમાં બની છે હ્યુમનનૉઈડ રોબોટ
ફિલ્મના ડિરેક્ટરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ ખાસ જાહેરાત કરી છે. જેમાં પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં રોબોટ 'જિયા' અન્ય કલાકારો સાથે સ્મિત કરતી જોવા મળી રહી છે.
ડિરેક્ટરે લખ્યું છે કે, મળો જિયાને. જે બેંગ્લુરુની મચાની રોબોટિક્સ દ્વારા ડેવલોપ કરવામાં આવેલ એક હ્યુમનોઈડ રોબોટ છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં પ્રથમવાર અસલી હ્યુમનોઈડ રોબોટ ફિલ્મ 'લંબોદર 2.0'માં ભૂમિકા ભજવી રહી છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મ થકી બૉલિવૂડ અભિનેતા કૃણાલ કપૂર પણ કન્નડ ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહ્યો છે.
ફિલ્મના મેકર્સે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, જિયા કોઈ CGI કે રોબોટની ભૂમિકા ભજવતો કલાકાર નથી, પરંતુ તે ખુદ એક એક્ટર છે. આ ભારતીય સિનેમાજગતના એક નવા યુગની શરૂઆત છે.
આ ફિલ્મ આજના યુવાનોની સોશિયલ મીડિયા લાઈફ પર આધારિત એક થ્રિલર ફિલ્મ છે. જેમાં દેખાડવામાં આવશે કે, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ દુનિયા આપણાં રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે.
શુટિંગ સમાપ્ત, હવે રિલીઝની રાહ
'લંબોદર 2.0' એક જબરદસ્ત થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું શુટિંગ આ વર્ષે જાન્યુઆરીમાં જ શરૂ થયું હતુ, જેને ડિરેક્ટર સિંપલ સુનીએ તાજેતરમાં જ પુરુ કરી દીધુ છે. હજુ સુધી મેકર્સ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ફેન્સ આ ફિલ્મને લઈને આતુર જોવા મળી રહ્યા છે.
