Ulajh Trailer Release: જાહ્નવી કપૂરે (Janhvi Kapoor) ફિલ્મ 'ઘડક'થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમના અભિનયનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. આવનાર સમયમાં તેઓ સાઉથ સુપરસ્ટાર જુનિયર NTR સાથે ફિલ્મ 'દેવરા ભાગ 1' થી સાઉથ સિનેમામાં ઝંપલાવી રહ્યા છે. જો કે આ પહેલા તેમની એક પછી એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ત્યારે જાહ્નવી કપૂરની વધુ એક ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
શેના પર આધારિત છે ફિલ્મની કહાણી
જાહ્નવી કપૂરને સોશિયલ મીડિયામાં દરરોજ નેપોટિઝ્મનો સામનો કરવો પડે છે. જ્યારથી તેણે આ ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો છે નેપોટિઝ્મ તેનો પીછો છોડી રહ્યો નથી. ત્યારે ફિલ્મ ઈન્સ્ટ્રીની અવારનવાર સંભળાતી નેપોટિઝ્મની ગુંજ હવે સિનેમાઘરોમાં પણ સાંભળવામાં આવશે. જાહ્નવી કપૂરની ફિલ્મ 'ઉલઝ'નું અઢી મિનિટનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
ફિલ્મની વાર્તાની વાત કરવામાં આવે તો જાહ્નવી કપૂરનું નામ સુહાના ભાટિયા છે. જેણે હાર્વર્ડ યુનિવસિર્ટીમાં અભ્યાસ કર્યો છે. તેને સૌથી યુવા ડેપ્યુટી હાઈકમિશનરના રુપમાં નિમણૂક કરવામાં આવે છે. ટ્રેલરમાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે તેના આ નિમણૂક પાછળ નેપોટિઝ્મનો મોટો હાથ છે. કારણ કે તે એક મોટા ખાનદાની પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ
ફિલ્મમાં માત્ર એક નહીં પરંતુ તેના ઘણા દુશ્મનોને બતાવવામાં આવ્યા છે. હવે તે સ્પાય થ્રિલર ફિલ્મમાં કેવી રીતે આ દુશ્મનો સામે લડે છે અને પોતાને નિર્દોષ સાબિત કરે છે તે માટે તો ફિલ્મ રિલીઝ થવા રાહ જોવા પડશે. આ ફિલ્મ 2 ઓગસ્ટ, 2024 ના રોજ થિયેટરોમાં રિલીઝ થષે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર સિવાય ગુલશન દેવૈયા, મિયાંગ ચેંગ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
