radhika merchant best friend wedding photo: ઉદ્યોગપતિ અંબાણી પરિવાર અને બોલિવૂડ કલાકારો તાજેતરમાં રિષભ પંચાલ અને સૃષ્ટિ પંચાલના લગ્ન સમારોહમાં મહેમાન બન્યા હતા. આ ભવ્ય લગ્નમાં નીતા અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ-અંબાણી સાથે ખાસ હાજર રહ્યા હતા. બોલિવૂડ સેલેબ્સમાં જાહ્નવી કપૂર, જેકલિન ફર્નાન્ડીઝ અને ઓરી (ORRY) સહિતના જાણીતા સિતારાઓએ હાજરી આપી લગ્નની રોનક વધારી હતી. હાલમાં આ હાઈ-પ્રોફાઈલ લગ્નની અંદરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યા છે. જેમાં અંબાણી પરિવારની નાની વહુ રાધિકા અંબાણી પોતાની બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં તમામ વિધિઓ એક સાચી મિત્રની જેમ નિભાવતી જોવા મળી હતી.
દુલ્હનની એન્ટ્રી વખતે ફૂલોની ચાદર પકડી, વિદાયમાં રડી પડી રાધિકા

લગ્નની સૌથી ખાસ અને આકર્ષક ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે દુલ્હન સૃષ્ટિની મંડપમાં એન્ટ્રી થઈ રહી હતી. સામાન્ય રીતે બહેનના લગ્નમાં ભાઈઓ ફૂલોની ચાદર પકડીને લાવવાની પરંપરા નિભાવતા હોય છે, પરંતુ અહીં રાધિકા અંબાણી અને અન્ય સહેલીઓએ આ વિધિ પૂરા ઉત્સાહ સાથે નિભાવી હતી.
આ ઉપરાંત, લગ્નના અન્ય એક વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે, જે દુલ્હનની વિદાય વખતનો છે. પોતાની ખાસ સહેલીને સાસરે વિદાય કરતી વખતે રાધિકા અંબાણી અત્યંત ભાવુક (ઇમોશનલ) થઈ ગયા હતા. તેણે પોતાની ફ્રેન્ડને ગળે લગાવી દીધી હતી અને તે પોતાની આંખોમાંથી આંસુ રોકી શકી નહોતી. સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારની વહુના આ સાદગીભર્યા, સંસ્કારી અને લાગણીશીલ અંદાજના નેટીઝન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે.
રાધિકાએ રિપીટ કર્યો પોતાનો 2 વર્ષ જૂનો આઉટફીટ

આ ભવ્ય લગ્નમાં રાધિકા અંબાણીના આઉટફિટે ફેશન વર્લ્ડનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. રાધિકા લાલ અને સફેદ ફૂલોની સુંદર ડિઝાઇનવાળા અનામિકા ખન્નાના કસ્ટમ ફ્લોરલ એમ્બ્રોઇડરીવાળા લહેંગામાં અદભુત લાગી રહી હતી. ખાસ વાત એ છે કે રાધિકાનો આ લહેંગા નવો નહોતો પરંતુ આશરે 2 વર્ષ જૂનો આઉટફિટ હતો. રાધિકાએ આ કસ્ટમ અનામિકા ખન્ના લહેંગા અગાઉ પોતાના જ લગ્નની હલ્દી સેરેમની પછી પહેર્યો હતો. અબજોપતિ પરિવારની વહુ હોવા છતાં પોતાની બેસ્ટ ફ્રેન્ડના લગ્ન માટે રાધિકાએ આ ખાસ લહેંગાને રી-યુઝ કરીને તેને હીરાના કિંમતી ઘરેણાં સાથે ખૂબ જ ક્લાસી લુક આપ્યો હતો.
અનંત અંબાણીની મસ્તી અને જાહ્નવી કપૂરનો ડાન્સ

લગ્નના ફંક્શનમાં રાધિકા અંબાણીએ ડાન્સ ફ્લોર પર પણ ધમાલ મચાવી હતી. તે બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અને અન્ય મહેમાનો સાથે જોરદાર ડાન્સ કરતી જોવા મળી હતી, જ્યાં જાહ્નવી કપૂરે જોશમાં ઢોલ પણ વગાડ્યો હતો. બીજી તરફ, અનંત અંબાણી પણ પોતાના મિત્રની જાનમાં પૂરા જોશ સાથે સામેલ થયા હતા. બારાતના વાયરલ વીડિયોમાં અનંત અંબાણી, શિખર પહાડિયા સાથે એકદમ મસ્તીના મૂડમાં જબરદસ્ત ડાન્સ મુવ્સ કરતો જોવા મળ્યો હતો. અંબાણી પરિવારનો આ અંદાજ સોશિયલ મીડિયા પર અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
