Housefull 5 Collection: રિલીઝના છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર 'હાઉસફુલ 5'નું તગડું કલેક્શન, જાણો 200 કરોડથી કેટલી દૂર…

હાઉસફુલ 5 એ રિલીઝના છઠ્ઠા દિવસે વર્લ્ડ વાઈલ્ડ કુલ 12 કરોડની આસપાસ કમાણી કરી છે. જ્યારે ભારતમાં 8 કરોડની આસપાસ વકરો કર્યો છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 12 Jun 2025 11:04 AM (IST)Updated: Thu 12 Jun 2025 11:04 AM (IST)
housefull-5-worldwide-india-box-office-collection-day-6-akshay-kumar-riteish-deshmukh-abhishek-bachchan-545706

Housefull 5 Box Office Collection Day 6: હાઉસફુલ 5 દ્વારા ફરી એકવાર બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર તેમના કોમેડી અવતારમાં પાછા ફર્યા છે. ફિલ્મમાં તેમનો ફની અંદાજ લોકોને ખૂબ પસંદ આવ્યો છે. ફિલ્મે 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ચાલો જાણીએ ફિલ્મે છઠ્ઠા દિવસે કેટલી કમાણી કરી…

Housefull 5 બોક્સ ઓફિસ કલેક્શન

હાઉસફુલ 5 એ ઘરેલુ બોક્સ પર 24.35 કરોડ સાથે ઓપનિંગ લીધી હતી. બીજા દિવસે ફિલ્મે 32.38 કરોડ, ત્રીજા દિવસે 35.10 કરોડની કમાણી કરી હતી. ચોથા દિવસે 13.15 કરોડ, પાંચમા દિવસે 11.70 કરોડની કમાણી કરી હતી. જો કે છઠ્ઠા દિવસે કમાણીમાં ઘટાડો થયો છે પરંતુ ફિલ્મને વિકએન્ડનો લાભ મળી શકે છે.

હાઉસફુલ 5 એ રિલીઝના છઠ્ઠા દિવસે વર્લ્ડ વાઈલ્ડ કુલ 12 કરોડની આસપાસ કમાણી કરી છે. જ્યારે ભારતમાં 8 કરોડની આસપાસ વકરો કર્યો છે. હાઉસફુલ ફિલ્મે વિદેશોમાં કુલ 45 કરોડની કમાણી કરી છે. વર્લ્ડ વાઈલ્ડ ફિલ્મની કમાણીની વાત કરીએ તો કુલ કમાણી 193 કરોડ સુધી પહોંચી ગઈ છે. ટુંક સમયમાં તે 200 કરોડને આંકડાને પાર કરી શકે છે.