Hanuman Ansh Collection: ‘હનુમાન અંશ’નો બોક્સ ઓફિસ પર ચમત્કાર: 45 દિવસમાં જ રચી દીધો ઇતિહાસ

કોઈપણ મોટા સુપરસ્ટાર વિના બનેલી ‘હનુમાન અંશ’ એ બોક્સ ઓફિસ પર મોટી ફિલ્મોને ધૂળ ચાટતી કરી દીધી છે. તેણે 'ટોક્સિક' (Toxic) જેવી મોટા બજેટની ફિલ્મને કમાણીની રેસમાં ઘણી પાછળ છોડી દીધી છે, જ્યારે 'મિર્ઝાપુર: ધ મૂવી' (Mirzapur: The Movie) સામે મજબૂત ટક્કર આપી રહી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 21 Sep 2026 07:37 AM (IST)Updated: Mon, 21 Sep 2026 07:37 AM (IST)
hanuman-ansh-box-office-collection-day-45-neem-karoli-baba-biopic-superhit
હનુમાન અંશ

Hanuman Ansh Box Office Collection: ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) બોક્સ ઓફિસ પર અણધારી અને અભૂતપૂર્વ સફળતા મેળવીને ટ્રેડ વિશ્લેષકોને ચોંકાવી રહી છે. પૂજ્ય નીમ કરોલી બાબાના આત્મિક અને પ્રેરણાદાયી જીવન પર આધારિત આ ફિલ્મે મોટા પડદા પર સફળતાપૂર્વક 45 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરી લીધો છે. શરૂઆતના તબક્કે આ ફિલ્મ ફ્લોપ જશે તેવી અટકળો વચ્ચે, શક્તિશાળી 'વર્ડ-ઓફ-માઉથ' અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સના જોરે ફિલ્મે કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.

40 લાખથી શરૂ થયેલી સફર 320 કરોડ ગ્રોસ કલેક્શને પહોંચી

આ ફિલ્મની બોક્સ ઓફિસ જર્ની અત્યંત રસપ્રદ રહી છે. રિલીઝના પ્રથમ બે અઠવાડિયામાં ફિલ્મે માત્ર 40 લાખનું મામૂલી કલેક્શન કર્યું હતું. પરંતુ ત્યારબાદ ભક્તો અને પ્રેક્ષકોની ભલામણો તથા વાયરલ રીલ્સના કારણે ત્રીજા અઠવાડિયે કમાણી સીધી વધીને 10.40 કરોડ થઈ ગઈ હતી.

ચોથા અઠવાડિયે 61 કરોડ અને પાંચમા અઠવાડિયે કમાણી 90.25 કરોડના આંકડે પહોંચી હતી. છઠ્ઠા અઠવાડિયે પણ ફિલ્મે 80.25 કરોડનો બિઝનેસ જાળવી રાખ્યો હતો. 'સેકનિલ્ક' (Sacnilk) ના તાજેતરના અહેવાલ મુજબ, 45મા દિવસે 12.88 કરોડનું કલેક્શન થતાં, ફિલ્મનું દેશભરમાં નેટ બઝાર કલેક્શન 271.01 કરોડ અને ગ્રોસ કલેક્શન 320.00 કરોડના આંકડાને સ્પર્શી ગયું છે.

મોટી બજેટની ફિલ્મોને આપી સખત ટક્કર

કોઈપણ મોટા સુપરસ્ટાર વિના બનેલી ‘હનુમાન અંશ’ એ બોક્સ ઓફિસ પર મોટી ફિલ્મોને ધૂળ ચાટતી કરી દીધી છે. તેણે 'ટોક્સિક' (Toxic) જેવી મોટા બજેટની ફિલ્મને કમાણીની રેસમાં ઘણી પાછળ છોડી દીધી છે, જ્યારે 'મિર્ઝાપુર: ધ મૂવી' (Mirzapur: The Movie) સામે મજબૂત ટક્કર આપી રહી છે. આ સિવાય કરીના કપૂરની 'દાયરા' (Daayra) અને કુણાલ ખેમુની 'વાઈબ' (Vibe) જેવી ફિલ્મો પણ આ નાની ફિલ્મની સુનામી સામે ટકી શકી નથી.

શું છે ફિલ્મની વાર્તા?

આ ફિલ્મની વાર્તા આઝાદી પહેલાના ભારતની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. વાર્તા લક્ષ્મી નારાયણ નામના એક નાના બાળકની આસપાસ ફરે છે, જે પોતાની માતાના નિધન બાદ ઈશ્વરની શોધમાં ઘર છોડીને નીકળી પડે છે. ઉત્તર ભારતની આધ્યાત્મિક યાત્રા દરમિયાન વિવિધ જીવન અનુભવોથી પસાર થઈને તે કેવી રીતે 'નીમ કરોલી બાબા' બને છે તેનું હૃદયસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શોભિનવ સત્ય, ચંદન આનંદ, અનિલ રસ્તોગી અને નેહા પરાંજપે જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે.