Laalo Krishna Sada Sahaayate: એવું શું થયું કે "લાલો"ની અભિનેત્રી રીવા રચ્છ ધ્રુસકે ધ્રુસકે રડી પડી?

લાલો ફિલ્મ હજુ થિયેટરમાં ચાલી રહી છે. વિદેશમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લાલો ફિલ્મની ટીમ હજુ પણ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. જ્યાં જાય છે ત્યાં ભીડ ભેગી થઈ જાય છે.

By: Jagran GujaratiPublish Date: Mon, 01 Dec 2025 05:33 PM (IST)Updated: Mon, 01 Dec 2025 05:33 PM (IST)
gujarati-film-laalo-krishna-sada-sahaayate-actress-reeva-rachh-crying
HIGHLIGHTS
  • રીવાએ લખ્યું હતું ક ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ ફેબ્રુઆરી 2023માં જોયેલું સપનું નવેમ્બર 2025માં પૂરું થયું.
  • ફિલ્મમાં તુલસીનું પાત્ર રીવાએ કર્યું છે, લાલો કરણ જોષી બન્યો છે.

Gujarati Film Laalo: એ દિવસ હતો 6 ફેબ્રુઆરી 2023 નો જ્યારે રીવા રચ્છે સ્ટેટસ મૂક્યું હતું કે Raam Bharose 1st Gujarati Movie to make 100 crore. એ જ સપનું, એ જ આશીર્વાદ… શ્રીકૃષ્ણની કૃપાથી અને ગુજરાતી પ્રેક્ષકોના અખૂટ પ્રેમથી… લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે ગુજરાતી ફિલ્મ એ સાચે જ 100 કરોડનો આંકડો વટાવી દીધો!

આ જ ફિલ્મની હિરોઈન રીવા રચ્છ મહેસાણાની એક ઈવેન્ટમાં હતી. ત્યાં હજારો લોકો સામે રીવાના સૌથી નજીકના મિત્રએ કહ્યું હતું કે "આ છોકરીએ એક વખત કહેલું કે એક દિવસ ગુજરાતી ફિલ્મ 100 કરોડ કરશે. આજે એ જ છોકરીની ફિલ્મે એ સપનું સાકાર કરી બતાવ્યું!"

બસ… એટલું સાંભળતાં જ રીવા રચ્છ ભાવવિભોર થઈ ગઈ. આંખમાંથી આંસુનો મોટો ધોધ વહેવા લાગ્યો. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. "લાલો"ના ડિરેક્ટર અંકિત સખિયાએ તરત જ પોતાનો રૂમાલ કાઢીને રીવાને આંસુ લૂછવા આપ્યો.

રીવાએ ભીની આંખે કહ્યું કે ગાંડપણ લાગતું’તું ને? એક વાર મારા મિત્ર અનુજ ટાંકને પૂછ્યું’તું, ‘હું ગામને ગાંડી તો નથી લાગતી ને?’ એણે કીધું’તું, ‘પણ આવું ગાંડપણ જ જરૂરી છે!’ 2024 માં લાલોનું શૂટિંગ ચાલુ થયું. એવી ટીમ મળી ગઈ જે મારા જેવી જ ગાંડી છે! મારું આ ડ્રીમ મેનિફેસ્ટ કરી નાખ્યું!"

રીવાએ વધુમાં કહ્યું હતું કે આ આપણી ભાષાની જીત છે, ગુજરાતી સિનેમાની જીત છે અને સૌથી મોટી વાત ગુજરાતી પ્રેક્ષકોની જીત છે!

લાલો ફિલ્મ હજુ થિયેટરમાં ચાલી રહી છે. વિદેશમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લાલો ફિલ્મની ટીમ હજુ પણ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. જ્યાં જાય છે ત્યાં મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરે છે.

લાલો ફિલ્મની વાર્તા

સામાન્ય માણસનું અલૌકિક માર્ગદર્શનફિલ્મની વાર્તા એક સામાન્ય રિક્ષાચાલક લાલો (કરણ જોશી)ની આસપાસ ફરે છે, જે પોતાના ભૂતકાળના પાપો, દુઃખ અને જીવનની મુશ્કેલીઓથી પીડિત છે. લાલોનું જીવન એક પ્રમાણભૂત માણસનું જ છે – પરીવાર, વ્યસનની સમસ્યાઓ અને આર્થિક તંગીઓ વચ્ચે ઝઝૂમતું. તેની પત્ની તુલસી (રીવા રાચ્છ) તેના સાથે ઊભી રહીને પણ વ્યસન અને અન્યયોની સમસ્યાઓથી ત્રસ્ત છે. આ કહાણી દર્શાવે છે કે 'વ્યક્તિ ખરાબ નથી હોતો, સમય ખરાબ હોય' અને સંબંધોમાં શરૂઆતના પ્રેમને યાદ રાખીને આગળ વધવું જરૂરી છે. અવાવરૂ જગ્યાએ બંધ ઘરમાં ફસાયેલા લાલાને ભગવાન કેવી રીતે બહાર કાઢે છે અને લાલાની ગેરહાજરીમાં પરીવારની શું હાલત થાય છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે.