Reeva Rachh: લાલો દારૂ પીતો, પત્નીને મારતો અને ચોરી કરવા નીકળ્યો હતો, તેને ભગવાન મળવા કેમ આવ્યા? રિવાએ આપ્યો હૃદયસ્પર્શી જવાબ

હજુ લાલોનકલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ હિંમતનગરની જેલમાં લાલો ફિલ્મ બતાવાઈ હતી. રિવાએ કેદીઓ સાથે સંવાદ કર્યો હતો.

By: Jagran GujaratiPublish Date: Thu, 11 Dec 2025 11:01 AM (IST)Updated: Thu, 11 Dec 2025 11:01 AM (IST)
gujarati-actress-reeva-rachh-on-laalo-drinking-domestic-violence-theft-and-divine-visit-explained

Reeva Rachh on Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ફિલ્મ લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે હજુ થિયેટરમાં ચાલી રહી છે. કમાણીની દ્રષ્ટિએ તો તેણે રેકોર્ડ બનાવી લીધો છે. હજુ તેના કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ હિંમતનગરની જેલમાં લાલો ફિલ્મ બતાવાઈ હતી. જ્યાં લાલો ફિલ્મમાં તુલસીનો રોલ કરનાર રિવા રચ્છ અને લાલોનો રોલ કરનાર કરણ જોશી હાજર રહ્યા હતા. ફિલ્મના અંતે રિવાએ કેદીઓ સાથે સંવાદ કર્યો હતો.

રિવા રચ્છે એવું તો શું કહ્યું કે કેદીઓ ખડખડાટ હસવા લાગ્યા?

હિંમતનગરના કેદીઓ સાથે લાલો ફિલ્મ પૂરી થયા બાદ રિવાએ સંવાદ કર્યો હતો. જેમા તેણે કેદીઓને પૂછ્યું કે ફિલ્મમાંથી શું શીખ્યા? અનો જવાબ રિવાએ જ આપ્યો કે એવું ન કહેતા કે દીવાલ તોડીને બહાર નિકળવાનું. આ સાંભળી તમામ કેદીઓ ખડખડાટ હસવા લાગ્યા હતા. સૌથી વધારે બીક તો મને આ લાગે છે. અમે ઘણી જગ્યાએ જઈએ તો લોકો અમને પૂછે છે કે લાલો તો દારુ પીતો હતો, પત્નીને મારતો હતો, ફાર્મ હાઉસ પર પણ ચોરી કરવા ગયો હતો, તો એના માટે ભગવાન શું કામ આવે? આના જવાબમાં રિવાએ કહ્યું હતું કે લાલો માણસ સારો હતો. માણસ બધા સારા જ હોય છે. ઘણીવાર પરિસ્થિતિ ખરાબ હોય છે. અહીંના કરેલા અહીં ભોગવવા પુડે છે. એ વાત સાચી છે. લાલાએ પણ 21 દિવસ ફાર્મ હાઉસમાં રહેવું પડ્યું હતું. લાલાએ સારા કર્મો પણ કર્યા હતા. લાલો નાનો હતો ત્યારે ભગવાનને થાળ ધરાવતો હતો. તો ભગવાને પણ આવીને તેને જમાડ્યો હતો. સારા કર્મોના સારા પરિણામ છે એ વાત યાદ રાખજો. જૂની વાતો ભૂલી જઈને આજથી સારા કર્મો કરીએ.

લાલો ફિલ્મની વાર્તા

ગુજરાતી ફિલ્મ લાલો, 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' એ ભારે ચર્ચા જગાવી છે. વર્તમાન સમયમાં ઘણા લોકો આ ફિલ્મની વાર્તાને પોતાના જીવન સાથે સરખાવી રહ્યા છે. પારિવારિક જીવનમાં નાના-મોટા ઝઘડા સામાન્ય હોય છે. પરંતુ આ ઝઘડા જ્યારે ગુસ્સામાં ખોટું પગલું ભરાવે ત્યારે શું થાય તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. ફિલ્મની વાર્તા જુનાગઢના સામાન્ય રિક્ષા ચાલક લાલો (કરણ જોશી)ની આસપાસ ફરે છે. લાલો એક સાધારણ માણસ છે, જે રોજિંદા જીવનની મુશ્કેલીઓ – આર્થિક તંગી, પરિવારની જવાબદારીઓ અને વ્યક્તિગત તણાવ – સાથે લડતો રહે છે. પરંતું તેનું જીવન વધુ જટિલ છે કારણ કે તે પોતાના ભૂતકાળના પાપો અને દુઃખદ ઘટનાઓથી પીડિત છે. આ ભૂતકાળમાં થયેલી એક ભૂલથી તેનું મન હંમેશા અશાંત રહે છે, જે તેને આત્મગુણ્ધી અને નિરાશા તરફ લઈ જાય છે. આ ફિલ્મ લોકોને શરૂઆતથી જ એવા ઝકડી રાખે છે કે ન પૂછો વાત. ફિલ્મ જોઈ રહેલા નાનું બાળક પણ તેના પિતાને પુછે છે કે પપ્પા આ પુરાઈ ગયો છે તે છૂટી તો જશેને.