Malhar Thakar-Puja Joshi Wedding: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar) અને ખૂબસૂરત અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi) એ પોતાના ઓફિશિયલ રિલેશનશીપ સહિત તેમના લગ્નની જાહેરાત કરી છે. આજે આ બંનેએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાતની જાહેરાત કરી છે.
છેલ્લા ઘણા દિવસથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ અફવા ઉડી રહી હતી. આ બંને સ્ટાર્સે પણ આ અફવાઓનું જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારે હવે બંનેએ ઈનસ્ટાગ્રામ પર તેમના ઓફિશિયલ રિલેશનશીપ સહિત લગ્નની જાહેરાત કરી છે.
બંનેએ પોસ્ટમાં લખ્યું છે કે, 'તમામ અફવાઓને આરામ આપીએ છીએ! રીલથી રિયલ સુધી..તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ! કાઉન્ટડાઉન શરૂ!!' આ સાથે જ તેમને હેશટેગમાં નોટ એ ફિલ્મ એનાઉન્સમેન્ટ, ન્યૂ જર્ની, ટુગેધરનેસ અને લવ લખ્યું છે.
જણાવી દઈએ કે, મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ વેબ સિરીઝ વાત વાતમાં (Vaat Vaat Ma), ફિલ્મ વીર-ઈશાનું સીમંત (Veer-Isha Nu Seemant) અને ફિલ્મ લગ્ન સ્પેશિયલ (Lagan Special)માં સાથે કામ કર્યું છે.