Malhar Thakar and Puja Joshi: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar) અને ખૂબસૂરત અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi) તેમના લગ્ન બાદ દુબઈમાં શાનદાર સમય પસાર કરી રહ્યા છે. દુબઈમાં આ સ્ટાર કપલે 13,000 ફૂટ ઉપરથી સ્કાય ડાઈવિંગ કર્યું છે. જેની તસવીરો તેમને સોશિયલ મીડિયા પર શેર કરી છે.
અભિનેત્રી પૂજા જોષીએ ઈન્સ્ટાગ્રામ પર તેમની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, 'પામ જુમેરાહ દુબઈથી 13,000 ફૂટ ઉપરથી સ્કાય ડાઈવિંગ!! કેવો અનુભવ!! બકેટ લિસ્ટ. મારા હની સાથે મૂન જોયો!! PS. જ્યારે પિતરાઈ ભાઈઓ લગ્નમાં હાજરી આપી શકતા નથી, ત્યારે લગ્નની ભેટ આના જેવી લાગે છે!! તેમનો પૂરતો આભાર માની શકતા નથી!'