Game Changer Poster: સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને એક્ટ્રેસ કિયારા અડવાણી પોતાની આગામી ફિલ્મ 'ગેમ ચેન્જર'ને લઈને સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં કિયારા અડવાણી 'જલપરી'ના લુકમાં જોવા મળી રહી છે. ફેન્સને પણ અભિનેત્રીનો જલપરી અવતાર ખૂબ જ પસંદ પડી રહ્યો છે.
કિયારા અડવાણીએ પોતાના આ લુક સાથે લખ્યું છે કે, હવે જોતા રહો આગળ શું આવી રહ્યું છે. જે બાદ અભિનેત્રીએ હેશટેગમાં ફિલ્મનું નામ લખ્યું છે #GameChanger
આ પોસ્ટર સાથે કિયારાએ પોતાની અન્ય એક તસવીર પણ શેર કરી છે. જેમાં અભિનેત્રી પાણીની વચ્ચોવચ ખુરશી પર મોબાઈલમાં વ્યસ્ત બેઠેલી જોવા મળી રહી છે. તસવીરોની વાત કરીએ તો, સ્કાય બ્લૂ લુકમાં પાણીની વચ્ચે બેઠેલે કિયારા કોઈ 'મરમેડ' અર્થાત જલપરીથી કમ નથી લાગી રહી છે. ખુલ્લા આકાશ અને પાણીની વચ્ચે ખુરશી પર બેસીને અભિનેત્રી કાતલી અદાઓ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે, આગામી 10 જાન્યુઆરી, 2025ના રોજ 'ગેમ ચેન્જર' થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટીઝર કાલે રિલીઝ થશે. આ એક્શન થ્રીલર ફિલ્મમાં રામ ચરણ ડબલ રોલમાં જોવા મળશે. અત્યારથી જ ફેન્સ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
કિયારાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ઋત્વિક રોશન અને જુનિયર NTR સાથે અભિનેત્રી વૉર 2માં પણ જોવા મળશે.
