Haq Movie Poster: 'હક'ના કલાકારો યામી ગૌતમ અને ઈમરાન હાશ્મીના શાનદાર કેરેક્ટર પોસ્ટર રિલીઝ, 7 નવેમ્બરે ફિલ્મ રિલીઝ થશે

યામી ગૌતમ ધર અને ઇમરાન હાશમી અભિનીત ‘હક’ એવી પ્રેરણાદાયી સ્ત્રીની કહાની રજૂ કરે છે, જે ચૂપ રહેવાનો ઇનકાર કરે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Oct 2025 06:34 PM (IST)Updated: Fri, 24 Oct 2025 06:34 PM (IST)
entertainment-news-upcoming-bollywood-film-haq-yami-gautam-dhar-and-imran-hashmi-poster-out
HIGHLIGHTS
  • હક સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુદાકા પર આધારિત ફિલ્મ
  • આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી એક તેજસ્વી વકીલની ભૂમિકામાં

Haq Movie Poster: ટીઝરને મળેલી જબરદસ્ત પ્રતિસાદ બાદ હવે ‘હક’નો ટ્રેલર પણ જલ્દી જ આવવાનો છે. ‘રાઝી’, ‘તલવાર’ અને ‘બધાઈ દો’ જેવી શક્તિશાળી અને ચર્ચા ઉપજાવનારી ફિલ્મો બનાવનાર સ્ટુડિયો જંગલી પિક્ચર્સે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે, અને એક વાર ફરીથી ધૂમ મચાવવા તૈયાર છે.

સુપ્રીમ કોર્ટના એક ઐતિહાસિક ચુકાદાથી પ્રેરિત આ ફિલ્મ 80ના દાયકાની સૌથી વિવાદાસ્પદ અને મહત્વપૂર્ણ ચર્ચાઓમાંથી એકને ફરી રજૂ કરે છે — શું એક રાષ્ટ્ર, એક કાયદો હોવો જોઈએ? આપણે વ્યક્તિગત આસ્થા અને ધર્મનિરપેક્ષ કાયદા વચ્ચે રેખા ક્યાં ખેંચવી જોઈએ?

ઉત્સુકતા વધારતા, યામી ગૌતમ ધર અને ઇમરાન હાશમીના નવા જાહેર કરાયેલા કેરેક્ટર પોસ્ટર ‘હક’ની દુનિયાની એક તીવ્ર અને પ્રભાવશાળી પહેલી ઝલક આપે છે. યામીનો પોસ્ટર પોતાની ગૌરવ અને અધિકારો માટે લડતી એક સ્ત્રીની સહનશક્તિ બતાવે છે, જ્યારે ઇમરાનનો પોસ્ટર કાયદા, આસ્થા અને અંતરાત્મા વચ્ચે સંઘર્ષ કરી રહેલા એક પુરુષની તીવ્રતા દર્શાવે છે.

બંને પોસ્ટર મળીને એવી દુનિયા રજૂ કરે છે , જે વિશ્વાસથી વહેંચાઈ ગઈ છે પણ ન્યાયની શોધથી જોડાયેલી છે. જે આવનારી વાર્તાનું વાતાવરણ એકદમ યોગ્ય રીતે તૈયાર કરે છે.

યામી ગૌતમ ધર અને ઇમરાન હાશમી અભિનીત ‘હક’ એવી પ્રેરણાદાયી સ્ત્રીની કહાની રજૂ કરે છે, જે ચૂપ રહેવાનો ઇનકાર કરે છે. ઇમરાન હાશમી એક તેજસ્વી વકીલનું પાત્ર ભજવે છે, જે આ ઇન્ટેન્સ ડ્રામામાં તેનું સાથ આપે છે — એક એવી કહાનીમાં જે સમાજને સ્ટેન્ડ લેવા પ્રેરણા આપે છે.

જંગલી પિક્ચર્સ સાથે ઇન્સોમ્નિયા ફિલ્મ્સ અને બાવેજા સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત ‘હક’ સામાજિક રીતે પ્રાસંગિક સિનેમાની જંગલી પિક્ચર્સની વારસાગત પરંપરાને આગળ ધપાવે છે. ફિલ્મનો ટ્રેલર 27 ઓક્ટોબરે રિલીઝ થવાનો છે, અને ફિલ્મ માટેની ઉત્સુકતા સતત વધી રહી છે — જેને ઘણા લોકો 2025નો “ડાર્ક હોર્સ” કહી રહ્યા છે. ‘હક’ 7 નવેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે, અને એવી ચર્ચાને ફરી જીવંત કરી રહી છે જે ક્યારેય સમાપ્ત થઈ નહોતી.