Zoya Afroz PHOTO: 'હમ સાથ-સાથ હૈ'માં સલમાન-સૈફની ભાણી 'કાયા' બની 'ગ્લેમર ક્વિન', 'સીરિયલ કિસર' ઈમરાન હાશ્મી સાથે જમાવી જોડી

હાલ ઝોયા અફરોઝ 'તસ્કરીઃ ધી સ્મગલર્સ વેબ'માં પ્રિયા નામની યુવતીની ભૂમિકા ભજવી રહી છે. જેમાં તે કસ્ટમ ઑફિસર બનતા ઈમરાન હાશ્મીની મદદ કરી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 15 Jan 2026 08:14 PM (IST)Updated: Thu, 15 Jan 2026 08:14 PM (IST)
entertainment-news-salman-khan-onscreen-niece-zoya-afroz-web-actress-of-taskaree-the-smugglers-web

Zoya Afroz PHOTO: બૉલિવૂડની મલ્ટીસ્ટાર ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'માં અભિનેત્રી નીલમની પુત્રી 'કાયા'ની ભૂમિકા ભજવતી ક્યૂટ બાળકી તો આપને યાદ જ હશે. આ ફિલ્મમાં સલમાન ખાન અને સૈફઅલીખાનની ભાણી તરીકે જોવા મળતી નાની બાળકીએ પોતાની ક્યૂટનેશથી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુ. જો કે હવે આ ક્યૂટ બાળકી પુરી રીતે બદલાઈ ગઈ છે.

સમય વીતતાની સાથે જ આ નાની બાળકી હવે મોટી થઈ ચૂકી છે. જોયા અફરોઝ હાલ 31 વર્ષની થઈ ચૂકી છે અને મનોરંજન જગતમાં જાણીતું નામ બની ચૂકી છે. જેયાએ સફળ મૉડલ તરીકે સારું એવું કાઠુ કાઢ્યું છે અને ફેશનની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

જોયા અફરોઝે બાળ કલાકાર તરીકે મન, કુછ ના કહો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે જ 'કોરા કાગજ', 'જય માતા દી', 'હમ સાત-આઠ હૈ' અને 'સોનપરી' જેવી સીરિયલમાં પણ કામ કરી ચૂકી છે.

naidunia_image

2021માં જોયાએ મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીતીને મોટી સિદ્ધિ હાંસલ કરી અને પછી તેની લોકપ્રિયતામાં ઉત્તરોતર વધારો થતો ગયો. બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર જોયા યંગ એક્ટર તરીકે વેબ સિરીઝ 'મત્સ્ય કાંડ'માં જોવા મળી હતી. આ સિવાય જોયા દિલ લાઈ લા, રબ કરે તુ ભી, ફરારી સહિત અનેક મ્યુઝીકલ વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે. જેમાં જેયાના ગ્લેમરસ અને સ્ટાલિશ અંદાજને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે.

naidunia_image

હાલ જોયા પોતાની વર્તમાન સિરીઝ 'તસ્કરીઃ ધી સ્મગલર્સ વેબ'ના કારણે ચર્ચામાં છે. નિરજ પાંડે દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ સિરીઝમાં જોયાએ પ્રિયા નામની યુવતીની ભૂમિકા ભજવી છે, જે કસ્ટમ ઑફિસરોની મદદ કરે છે. આ સિરીઝમાં જોયાની બૉલિવૂડના 'સિરીયલ કિસર' અભિનેતા ગણાતા ઈમરાન હાશ્મી સાથે જોવા મળી રહી છે, જેમાં બન્નેની કેમેસ્ટ્રી જામી રહી છે.

naidunia_image

જોયા અફરોઝ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર જોનાના 5.5 લાખથી વધુ ફૉલોઅર્સ છે, જ્યાં તે પોતાના ફેશનેબલ લુક્સ અને લાઈફસ્ટાઈલની ઝલક શેર કરતી રહે છે. ટ્રેડિશનલ આઉટફિટ હોય કે મોર્ડન વેસ્ટર્ન લુક જોયા દરેક આઉટફિટમાં સુંદર લાગી રહી છે.

naidunia_image