Tere Naam 2: બ્લોકબસ્ટર ફિલ્મ 'તેરે નામ'ની સિક્વલ બનશે, 22 વર્ષ બાદ 'રાધે'ના અવતારમાં જોવા મળશે સલમાન ખાન

અગાઉ 2020માં સતિષ કૌશિકે પણ 'તેરે નામ'ની સિક્વલ બનાવવાની વાત કરી હતી, પરંતુ 2023માં તેમનું અવસાન થતા સિક્વલની વાત આગળ નહતી વધી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Mon 20 Oct 2025 12:00 AM (IST)Updated: Mon 20 Oct 2025 12:00 AM (IST)
entertainment-news-sajid-nadiadwala-to-make-salman-khan-film-tere-naam-2-sequel-623987
HIGHLIGHTS
  • સાજિદ નડિયાદવાલા ફિલ્મની સિક્વલ પર કામ કરી રહ્યા છે
  • ફિલ્મના ઑરિજિનલ પ્રોડ્યુસર સાથે ફ્રેન્ચાઈઝી રાઈટ ખરીદવા વાટાઘાટો

Entertainment News, Tere Naam 2: આજથી 22 વર્ષ પહેલા રિલીઝ થયેલી 'તેરે નામ' ફિલ્મ સલમાન ખાનની (Salman Khan) કરિયરની સૌથી શ્રેષ્ઠ ફિલ્મો પૈકી એક છે. આ ફિલ્મ લોકોને ખૂબ જ ગમી હતી. સલમાન ખાન અને ભૂમિકા ચાવલા સ્ટારર આ ફિલ્મના ગીતો અને સંગીત આજે પણ લોકોને સાંભળવા ગમે છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, સાજિદ નડિયાદવાલા 'તેરે નામ' ફિલ્મની સિક્વલ (Tere Naam Sequel) પર કામ કરી રહ્યા છે.

અગાઉ 2020માં સતિષ કૌશિકે 'તેરે નામ'ની સિક્વલ બનાવવા વિશે ચર્ચા કરી હતી. જો કે માર્ચ 2023માં સતિષ કૌશિકનું અવસાન થઈ જતા સિક્વલની વાત આગળ નહતી વધી.

જો કે મીડ ડે મીડિયા રિપોર્ટ મુજબ, હવે સાજિદ નડિયાદવાલા ઑરિજિનલ ફિલ્મના પ્રોડ્યુસર સુનિલ મનચંદા અને મુકેશ તલરેજા સાથે ફ્રેન્ચાઈઝી રાઈટ્સ ખરીદવા માટે વાટાઘાટો કરી રહ્યા છે.

'તેરે નામ'ની સિક્વલમાં સાજિદ નડિયાદવાલા અન્ય કોઈ અભિનેતાની જગ્યાએ સલમાન ખાનને જ કાસ્ટ કરવાનું વિચારી રહ્યા છે. જો કે સલમાન ખાનની સામે સિક્વલમાં કોઈ નવી એક્ટ્રેસને તક મળી શકે છે.

એકવાર લીગલ અને ફાઈનાન્સિયલ પ્રોસેસ પૂર્ણ થયા બાદ સલમાન ખાનને કાસ્ટ કરવામાં આવશે અને પછી ડિરેક્ટરનું પણ એલાન કરાશે. હાલ તો કામચલાઉ સ્ક્રિપ્ટ ઉપર કામ ચાલી રહ્યું છે.

જણાવી દઈએ કે, 15 ઓગસ્ટ, 2003ના રોજ રિલીઝ થયેલી તેરે નામ ફિલ્મ માત્ર 10 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. આ ફિલ્મે ભારતીય બોક્સ ઑફિસ પર જ 22.53 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે આ ફિલ્મનું IMDB રેટિંગ 7.2 છે. આ ફિલ્મને તમે Zee 5 પર જોઈ શકો છો.