Jolly LLB 3 Collection Day 8: રફ્તાર ભલે ધીમી છતાં બૉક્સ ઑફિસ પર 'જૉલી એલએલબી-3'નો જાદુ યથાવત, ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે

80 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે 76 કરોડથી વધુની કમાણી કરી લીધી. આગામી સપ્તાહે રિલીઝ થનારી 'કાંતારા' પહેલા અક્ષય-અરશદની ફિલ્મને બોક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરવું જ રહ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Sep 2025 10:34 PM (IST)Updated: Fri, 26 Sep 2025 10:34 PM (IST)
entertainment-news-jolly-llb-3-box-office-collection-on-day-8-earning
HIGHLIGHTS
  • ગત 19 સપ્ટેમ્બરે ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી
  • સાતમા દિવસે ફિલ્મની કમાણીમાં 11 ટકાનો ઘટાડો

Jolly LLB 3 Collection Day 8: જૉલી એલએલબી-3એ 12.5 કરોડ રૂપિયાની શાનદાર કમાણી સાથે બૉક્સ ઑફિસ પર ઑપનિંગ કર્યું હતુ. અક્ષયકુમાર અને અરશદ વારસીના સ્ટારડમના કારણે ગત શનિવારે ફિલ્મની કમાણીમાં 60 ટકાનો ઉછાળો જોવા મળ્યો અને વિકેન્ડમાં ફિલ્મે બમ્પર કમાણી કરતું પ્રદર્શન કર્યું હતુ. જો કે સોમવાર આવતા જ ફિલ્મની કમાણીમાં જરૂર થોડો ઘડાટો થયો છે.

આજે જૉલી એલએલબી-3નો બીજો શુક્રવાર છે અને કાલથી વીક એન્ડ આવી રહ્યો છે. એવામાં સૌથી મોટો સવાલ એ થાય કે, શું આ ફિલ્મ 100 કરોડ રૂપિયાની કમાણી કરી શકશે. તો ચાલો આજના બૉક્સ ઑફિસ રિપોર્ટ પર એકનજર નાંખીએ, જેથી તમને યોગ્ય જાણકારી મળી રહે.

સૈકનિલ્કના જણાવ્યા પ્રમાણે, પહેલા સપ્તાહના અંત સુધી જૉલી એલએલબી-3નું ટોટલ બોક્સ ઑફિસ કલેક્શન 74 કરોડ રૂપિયા થઈ ગયું હતુ. જ્યારે સાતમા દિવસે ફિલ્મની કમાણીમાં લગભગ 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ દિવસે ફિલ્મ માત્ર 4 કરોડ રૂપિયા જ કમાઈ શકી છે.

જૉલી એલએલબી-3નું 8માં દિવસનું કલેક્શન અત્યાર સુધીમાં બૉક્સ ઑફિસ પર 2.32 કરોડ રૂપિયાનું જોવા મળ્યું છે. આજના શરૂઆતના આંકડા પ્રમાણે જોઈએ તો, જૉલી એલએલબી-3નું કુલ બૉક્સ ઑફિસ કલેક્શન 76.32 કરોડ રૂપિયા પર પહોંચી ચૂક્યું છે.

naidunia_image

'કાંતારા' પહેલા જૉલી એલએલબી-3ને કમાણી કરવી પડશે
અક્ષયકુમાર અને અરશદ વારસી સ્ટારર જૉલી એલએલબી-3 ફિલ્મ 80 કરોડ રૂપિયાના બજેટમાં બની હોવાનું કહેવાય છે. આ આંકડો તો ટૂંક સમયમાં જ પાર કરી લેશે. જો કે નફા માટે આ ફિલ્મનો હજુ થોડા દિવસો સુધી બૉક્સ ઑફિસ પર છવાવવું જ પડશે.

હવે અપકમિંગ મોટી ફિલ્મ જોઈએ તો, કાંતારા ચેપ્ટર 1છે, જે દર્શેરાના અવસરે થિયેટરમાં રિલીઝ થવાની છે. આથી ત્યાં સુધી જૉલી એલએલબી-3ને કમાણી કરવા માટે મોકળું મેદાન મળી ગયું છે.

જણાવી દઈએ કે, જૉલી એલએલબી-3 એક કૉર્ટરૂમ કોમેડી-ડ્રામા ફિલ્મ છે. જેમાં અક્ષયકુમાર અને અરશદ વારસી કોર્ટમાં એકબીજા સામે ટકરાતા જોવા મળી રહ્યા છે. પહેલાની બે ફિલ્મની માફક જૉલી એલએલબી-3ની સિક્વલમાં પણ ભરપુર મનોરંજન સાથે અંતમાં સામાજિક સંદેશ પણ આપવામાં આવ્યો છે.

સુભાષ કપૂર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં અક્ષયકુમાર અને અરશદ વારસી ઉપરાંત સૌરભ શુક્લા પણ જોવા મળે છે, જેણે જજની ભૂમિકા ભજવી છે. આ સિવાય હુમા કુરૈશી અને અમૃતા રાવની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ ગત 19 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવી હતી.