ગોળધાણા રિસેપ્શન બાદ 'ગરબા ક્વિન'ની રોમેન્ટિક ક્રિસમસઃ કિંજલ દવેએ મંગેતર ધ્રુવિન શાહના હાથમાં હાથ પરોવી કર્યું ખાસ સેલિબ્રેશન

કિંજલ દવે અને ધ્રુવિન શાહની પાછળ ક્રિસમસ ટ્રી છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં ડેનિયલ ઈથાનનું રોમેન્ટિક ગીત You Are My Gift ગુંજી રહ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 25 Dec 2025 06:53 PM (IST)Updated: Thu, 25 Dec 2025 07:19 PM (IST)
entertainment-news-gujarati-singer-kinjal-dave-romantic-christmas-celebration-with-dhruvin-shah
HIGHLIGHTS
  • કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈ કરતાં બ્રહ્મ સમાજમાં નારાજગી

Entertainment News: ગુજરાતી 'ગરબા ક્વિન' કિંજલ દવેએ (Garba Queen Kinjal Dave) આંતરજ્ઞાતિય યુવક ધ્રુવિન શાહ (Dhruvin Shah) સાથે સગાઈ કરી, ત્યારથી તે સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ અમદાવાદ સ્થિત YMCA ક્લબમાં કિંજલ દવે અને ધ્રુવિન શાહની ગોળધાણા રિસેપ્શન (Gol Dhana Ceremony) પાર્ટી યોજાઈ હતી. જેમાં ગુજરાતી મનોરંજન જગતની અનેક મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. એવામાં હવે કિંજલ દવેએ મંગેતર સાથે ક્રિસમસ સેલિબ્રેશન કર્યું છે.

હકીકતમાં કિંજલ દવેએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટેટસમાં એક પોસ્ટ મૂકી છે. જેમાં તે મંગેતર ધ્રુવિન શાહના હાથમાં હાથ પરોવીને રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. આ સમયે કિંજલ દવેએ બ્લેક ફ્લોરલ મેક્સી ડ્રેસ પહેર્યો છે. આ આઉટફિટ પર નાની-નાની ફૂલોની પ્રિન્ટ, તેને વધારે ક્લાસી બનાવે છે. ક્રિસમસ જેવી ઈવેન્ટ્સ માટે આ આઉટફિટ્સ એકદમ પરફેક્ટ છે. આ સિવાય કિંજલ દવેએ ગળામાં લેયર્ડ નેકલેસ અને કાનમાં મેચિંગ ઈયરિંગ્સ પહેરીને પોતાનો લુક પુરો કર્યો છે.

જ્યારે બિઝનેસમેન ધ્રુવિન શાહે બ્લેક કલરનું ઑવરસાઈઝ્ડ બ્લેઝર ટાઈપ્ડ શર્ટ પહેર્યું છે. તેમજ નીચે બ્લૂ જીન્સ પહેર્યું છે. બ્લેક એન્ડ બ્લ્યુનું આ કૉમ્બિનેશન કેઝ્યુઅલ હોવાની સાથે-સાથે સેમી ફોર્મલ લુક આપે છે.

કિંજલ દવે અને ધ્રુવિન શાહની પાછળ ક્રિસમસ ટ્રી જોવા મળે છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં ડેનિયલ ઈથાનનું રોમેન્ટિક ગીત 'યુ આર માય ગિફ્ટ' વાગી રહ્યું છે.

naidunia_image

જણાવી દઈએ કે, 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' ગીતથી લોકપ્રિય થયેલી કિંજલ દવેની પહેલા પવન જોશી નામના યુવક સાથે સગાઈ થઈ હતી. આ સગાઈ તૂટી ગયા બાદ ગત 6 ડિસેમ્બરના રોજ કિંજલ દવેએ Jo-Jo એપના ફાઉન્ડર ધ્રુવિન શાહ સાથે સગાઈની જાહેરાત કરી હતી. આ સાથે જ નારાજ થયેલા બ્રહ્મ સમાજે કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.

જે બાદ કિંજલ દવે અને તેમના પિતા લલિત દવેએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને પોતાના વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો હતો. તાજેતરમાં જ અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા YMCA ક્લબમાં કિંજલ દવે અને ધ્રુવિન શાહની ગોળધાણા રિસેપ્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ પાવર કપલને વધાવવા માટે મનોરંજન જગતની મોટી-મોટી હસ્તીઓ સામેલ થઈ હતી.