Entertainment News: બૉક્સ ઑફિસ પર 'માઁ' અને 'કન્નપ્પા' સામે આમિર ખાનની ફિલ્મે બાજી મારી, 'સિતારે જમીન પર'નું રેકોર્ડબ્રેક કલેક્શન

આમિર ખાનની સ્પોર્ટ્સ કૉમેડી ડ્રામા ફિલ્મે અત્યાર સુધીમાં 135.65 કરોડ કમાણી કરી. જેની સામે કાજુલની 'માઁ'નું 26.65 અને વિષ્ણુ માંચુની 'કન્નપ્પા'નું 30.10 કરોડ કલેક્શન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 04 Jul 2025 06:31 PM (IST)Updated: Fri, 04 Jul 2025 06:31 PM (IST)
entertainment-news-aamir-khan-movie-sitaare-zameen-par-box-office-collection-after-2-week
HIGHLIGHTS
  • 'સિતારે જમીન પર' ફિલ્મ 20 જૂને રિલીઝ થઈ હતી
  • 'માઁ' અને 'કન્નપ્પા' થિયેટરમાં રિલીઝ થયાને અઠવાડિયું થયું

Entertainment News: બૉલિવૂડના મિસ્ટર પરફેકનિસ્ટ આમિર ખાનની(Aamir Khan) ફિલ્મ 'સિતારે જમીન પર' (Sitaare Zameen Par) , કાજોલની ફિલ્મ 'માઁ' (Maa) ઉપરાંત વિષ્ણુ માંચુની ફિલ્મ 'કન્નપ્પા' (Kannappa) અત્યારે થિયેટરમાં જોવા મળી રહી છે. જે પૈકી ગત 20 જૂનના રોજ રિલીઝ થયેલી 'સિતારે જમીન પર'ને થિયેટરમાં બે સપ્તાહ થઈ ચૂક્યા છે. જ્યારે 'માઁ' અને 'કન્નપ્પા' ફિલ્મ રિલીઝ થયાને એક અઠવાડિયું થયું છે. આ ત્રણેય ફિલ્મોના બૉક્સ ઑફિસ કલેક્શનની વાત કરીએ તો, હજુ પણ આમિર ખાનની ફિલ્મનો જાદુ યથાવત જોવા મળી રહ્યો છે.

આમિર ખાનની આ સ્પોર્ટ્સ કૉમેડી ડ્રામા ફિલ્મ જોવા માટે ટિકિટ બારી પર ફેન્સની ભીડ ઉમટી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં અવેક રેકોર્ડ તોડી નાંખ્યા છે અને બીજા રેકોર્ડ સર્જવાની દિશામાં આગળ વધી રહી છે.

હકીકતમાં બૉક્સ ઑફિસના આંકડા જોઈએ તો, 'સિતારે જમીન પર' ફિલ્મે પોતાની રિલીઝના 14માં દિવસે 2.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ભારતમાં આ ફિલ્મ કુલ 135.65 કરોડ રૂપિયા કમાઈ ચૂકી છે.

માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ 'સિતારે જમીન પર' ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે ગ્લોબલી અત્યાર સુધીમાં 211.5 કરોડ રૂપિયા કમાણી કરી છે.

'સિતારે જમીન પર' ફિલ્મમાં આમિર ખાનની જોડી પ્રથમવાર અભિનેત્રી જેનેલિયા ડિસુઝા સાથે જોવા મળી રહી છે. જેનેલિયાએ ફિલ્મમાં આમિર ખાનની પત્ની સુનિતાની ભૂમિકા ભજવી છે. આ બન્નેની કેમેસ્ટ્રી પણ ફેન્સને ખૂબ જ ગમી રહી છે. જ્યારે આ ફિલ્મમાં આમિર ખાન એક બાસ્કેટબૉલ કૉચ ગુલશનની ભૂમિકા ભજવી છે.

આ તો થઈ 'સિતારે જમીન પર' ફિલ્મની વાત હવે અન્ય ફિલ્મોના બોક્સ ઑફિસ કલેક્શન જોઈએ તો, કાજોલની ફિલ્મ 'માઁ'નું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. આ ફિલ્મે રિલીઝ થયાના 7 દિવસમાં અત્યાર સુધીમાં 26.65 કરોડનું કલેક્શન કર્યું છે. આવી જ હાલત સાઉથ સ્ટાર વિષ્ણુ માંચુની ફિલ્મ 'કન્નપ્પા'ની છે. આ ફિલ્મ પણ રિલીઝ થયા બાદ અત્યાર સુધીમાં બોક્સ ઑફિસ પર 30.10 કરોડનું કલેક્શન કરી શકી છે.