Sitaare Zameen Par Box Office Collection Day 18: બોલિવુડ અભિનેતા આમીર ખાનની ફિલ્મ સિતારે જમીન પર બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. મિસ્ટર પરફેક્ટનિસ્ટની ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારું પ્રદર્શન કરી રહી છે. હવે ફિલ્મે 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જાણો ફિલ્મે 18માં દિવસે કેટલી કમાણી કરી.
સિતારે જમીન પર બોક્સ ઓફિસ કલેક્શન
આ પણ વાંચો
સિતારે જમીન પર 20 જૂનના રોજ રિલીઝ થઈ હતી. પહેલા જ દિવસે ફિલ્મે 10.7 કરોડ સાથે ઓપનિંગ લીધી હતી. જ્યારે બીજા દિવસે 20.2 કરોડની છપ્પરફાડ કમાણી કરી હતી અને ત્રીજા દિવસે 27.25 કરોડની કમાણી કરી હતી. હવે ફિલ્મના 18 મા દિવસના આંકડા સામે આવ્યા છે.
સેકનિલ્કના અહેવાલ અનુસાર સોમવારે ફિલ્મે 1.35 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 150 કરોડને પાર થઈ ગયું છે. આ ફિલ્મનું ત્રીજું અઠવાડિયું હતું, છતાં પણ ફિલ્મ હજુ દર્શકોને સિનેમાઘરોમાં ખેંચી રહી છે. ફિલ્મની કહાણી લોકોને ખૂબ પસંદ આવી રહી છે.
