વિશ્વભરમાં ‘Drishyam 3’નો જાદુ છવાયો: બોક્સ ઓફિસ પર અજય દેવગન બન્યા 'સિકંદર', મેકર્સની તિજોરી છલકાઈ

અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત 'દ્રશ્યમ 3' એ ભારતભરમાં 15,759 શો સાથે શાનદાર શરૂઆત કરી હતી.Sacnilk ના તાજેતરના બોક્સ ઓફિસ આંકડા અનુસાર, ફિલ્મે ભારતમાં પ્રથમ દિવસે રૂ. 66.75 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 05 Oct 2026 08:28 AM (IST)Updated: Mon, 05 Oct 2026 08:28 AM (IST)
drishyam-3-box-office-collection-day-3-ajay-devgn-highest-opener-worldwide-record
'દ્રશ્યમ 3: ધ કન્ક્લુઝન'

Drishyam 3 Box Office Collection: બોલીવુડ સુપરસ્ટાર અજય દેવગનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'દ્રશ્યમ 3: ધ કન્ક્લુઝન' (Drishyam 3: The Conclusion) એ 2 ઓક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થતાંની સાથે જ બોક્સ ઓફિસ પર સફળતાના નવા ઈતિહાસ રચ્યા છે. વિજય સાલગાંવકરના પાત્રમાં અજય દેવગનની વાપસીથી દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. પહેલા જ દિવસે કમાણીના રેકોર્ડ તોડીને આ ફિલ્મ અજય દેવગનની સમગ્ર કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે.

ઓપનિંગ વિકએન્ડ પર રૂ. 200 કરોડનો આંકડો વટાવ્યો

અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત 'દ્રશ્યમ 3' એ ભારતભરમાં 15,759 શો સાથે શાનદાર શરૂઆત કરી હતી.Sacnilk ના તાજેતરના બોક્સ ઓફિસ આંકડા અનુસાર, ફિલ્મે ભારતમાં પ્રથમ દિવસે રૂ. 66.75 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. બીજા દિવસે રૂ. 53.50 કરોડ અને ત્રીજા દિવસે રૂ. 61 કરોડનો વ્યવસાય નોંધાયો હતો.

ચોથા દિવસની શરૂઆતમાં જ વધુ ₹5 લાખના ઉમેરા સાથે ભારતમાં ફિલ્મની કુલ નેટ કમાણી ₹176.55 કરોડ અને ગ્રોસ કલેક્શન ₹211.80 કરોડ પહોંચી ચૂક્યું છે. રિલીઝના ટૂંક સમયમાં જ ફિલ્મ દેશમાં રૂ. 200 કરોડ નેટ ક્લબમાં સ્થાન મેળવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

વર્લ્ડવાઈડ ₹272 કરોડનો આંકડો પાર, ₹300 કરોડ તરફ કુચ

વૈશ્વિક સ્તરે પણ 'દ્રશ્યમ 3' નો જાદુ છવાયેલો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાંથી ₹272.80 કરોડનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે અને ખૂબ જ ઝડપથી ₹300 કરોડના બેન્ચમાર્ક ભણી આગળ વધી રહી છે. આ વર્ષની હિન્દી ફિલ્મોની ઓપનિંગ સ્કોરની વાત કરીએ તો, 'દ્રશ્યમ 3' દેશમાં બીજા નંબરની સૌથી મોટી ઓપનર બની ગઈ છે, જે માત્ર 'ધુરંધર: ધ રિવેન્જ' (જેણે ₹99.10 કરોડની રેકોર્ડ ઓપનિંગ લીધી હતી) થી પાછળ છે.

સ્ટારકાસ્ટ અને ટ્વિસ્ટથી ભરપૂર સસ્પેન્સ થ્રિલર

'દ્રશ્યમ 3: ધ કન્ક્લુઝન' માં અજય દેવગન મુખ્ય ભૂમિકા વિજય સાલગાંવકરમાં ફરી જોવા મળે છે. તેમની સાથે તબ્બુ, શ્રિયા સરન, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર અને પ્રકાશ રાજ પોતાની મૂળ ભૂમિકાઓમાં પાછા ફર્યા છે. આ સિવાય જાણીતા અભિનેતા જયદીપ અહલાવતની આ ફ્રેન્ચાઈઝીમાં નવી એન્ટ્રી થઈ છે, જેનાથી વિજય અને પોલીસ વચ્ચેનો સસ્પેન્સિયસ મુકાબલો વધુ આક્રમક બન્યો છે. સસ્પેન્સ અને અણધાર્યા ટ્વિસ્ટથી ભરેલી આ ફિલ્મ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવામાં ખૂબ જ સફળ રહી છે.