The Bengal Files Pallavi Joshi: કોલકાતામાં વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ'ધ બંગાળ ફાઇલ્સ'ના ટ્રેલર લૉન્ચ દરમિયાન તાજેતરમાં વિવાદ સર્જાયો છે. રાજ્ય પોલીસે આ કાર્યક્રમ અટકાવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નિર્દેશકે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લીધી ન હતી. આ ઘટના બાદ હવે ફિલ્મના અભિનેત્રી અને નિર્દેશક વિવેક અગ્નિહોત્રીના પત્ની પલ્લવી જોશીએ આ મામલે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સરકારે અમને ચુપ કરાવી દીધા…
પલ્લવી જોશીએ પોલીસની કાર્યવાહીને 'લોકતંત્ર પર હુમલો' ગણાવ્યો છે. દિલ્હીમાં ફિલ્મના ટ્રેલર લૉન્ચ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય સરકારની આ કાર્યવાહી સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. તેમણે જણાવ્યું કે ઓગસ્ટમાં ટ્રેલર લૉન્ચ કરવાનો સમય એટલા માટે પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે ફિલ્મની વાર્તા બંગાળ પર આધારિત છે, તેમ છતાં સરકારે અમને ચુપ કરાવી દીધા. આ માત્ર મનસ્વી જ નહીં, પરંતુ સંપૂર્ણપણે બંધારણ વિરુદ્ધ પણ છે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ
ઇન્ડિયા ટુડે સાથેની મુલાકાતમાં પલ્લવી જોશીએ વધુમાં જણાવ્યું કે તે દિવસે જે કંઈ થયું, તે માત્ર એક ફિલ્મ પર નહીં, પરંતુ લોકતંત્ર પર પણ હુમલો હતો. આપણા લોકો અને ભારતનો અવાજ દબાવવામાં આવ્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમની ફિલ્મ માનવ જીવન અને ગરિમાના અભાવ જેવા વિષયો પર બનેલી છે અને રાજ્ય સરકારે તેના પર રોક લગાવીને તેમના વિષયને યોગ્ય ઠેરવ્યો છે. આ ફિલ્મ આગામી મહિને 5 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.