નવરાત્રી પહેલા ધ્વનિ ભાનુશાળી અને કિંજલ દવેનું નવું ગીત 'ફુંદડી' રિલીઝ, ગરબા પ્રેમીઓમાં ઉત્સાહ

નવરાત્રી પહેલા ધ્વનિ ભાનુશાળી અને કિંજલ દવેનું નવું ગુજરાતી ગીત 'ફુંદડી' રિલીઝ. આધુનિક અને પરંપરાગત સંગીતનો અદભુત સમન્વય, માણો ગીતને.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 24 Sep 2026 08:34 PM (IST)Updated: Thu, 24 Sep 2026 08:34 PM (IST)
dhvani-bhanushali-kinjal-daves-new-garba-song-fundadi-out

Dhvani Bhanushali & Kinjal Dave New Song 'Fundadi': નવરાત્રીના પાવન તહેવારની શરૂઆત પહેલાં જ સંગીત જગતમાં એક મોટો ધમાકો થયો છે. જાણીતી પ્લેબેક સિંગર ધ્વનિ ભાનુશાળી તેના મ્યુઝિક પ્રોજેક્ટ ‘FEELS’ના બીજા નવા ગીત ‘ફુંદડી’ સાથે ગરબાની ધૂમ મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ખાસ વાત એ છે કે ગુજરાતી લોકસાહિત્ય અને સંગીતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે સાથે ધ્વનિનું આ પહેલું કોલેબોરેશન છે. આ ગીત પરંપરાગત ગરબાની દેશી ઊર્જાને એકદમ નવા અને આધુનિક મ્યુઝિક સાથે રજૂ કરે છે, જે આ વર્ષની નવરાત્રીની ગરબા નાઈટ્સ માટે એકદમ પરફેક્ટ સાબિત થશે.

‘FEELS’ આલ્બમનો નવો અને યુનિક અંદાજ

આ આલ્બમની શરૂઆત ‘પાપા હીરો તુમ મેરે’ જેવા અત્યંત ભાવનાત્મક અને ઈમોશનલ ગીતથી કરવામાં આવી હતી, જેમાં પિતા અને પુત્રીના પવિત્ર સંબંધોની સુંદર ઝાંખી જોવા મળી હતી. આ ગીતની અપાર સફળતા બાદ, હવે ધ્વનિ ‘ફુંદડી’ દ્વારા એકદમ મસ્તીભર્યા અને ઉત્સાહી અંદાજમાં નજર આવી રહી છે. આ ગીતના માધ્યમથી તે પોતાના ગુજરાતી મૂળ અને સંસ્કૃતિ સાથે જોડાઈ રહી છે, જે તેના બાળપણ અને ઉછેરનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો રહી છે.

પરંપરાગત બીટ્સ અને પોપ મ્યુઝિકનું શાનદાર મિશ્રણ

ઈન્ફેક્શિયસ ગરબા બીટ્સથી લઈને ધ્વનિ અને કિંજલના જોશીલા અવાજ સુધી ‘ફુંદડી’ એવું ગીત છે જે સાંભળનારની કમર આપમેળે જ થિરકવા લાગશે, અને તમને પણ ચણિયાચોળી અને કેડિયા પહેરીને હાથમાં દાંડિયા સાથે સીધા ગરબા ગ્રાઉન્ડ પર દોડી જવા માટે મજબૂર કરી દેશે. પરંપરાગત ગુજરાતી સંગીતની સુગંધ સાથે કન્ટેમ્પરરી પોપ ટચ અને મજેદાર અંગ્રેજી લિરિક્સનું આ મિશ્રણ યુવા વર્ગમાં નવી ઉર્જા ભરી દે છે, છતાં ગીતનો મૂળ સાંસ્કૃતિક અને તહેવારી આત્મા સંપૂર્ણપણે જળવાઈ રહે છે.

સ્ટાર ટીમ

આ ગીતને સફળ બનાવવા પાછળ એક શાનદાર ટીમની મહેનત રહેલી છે. ‘ફુંદડી’ને ધ્વનિ ભાનુશાળી અને કિંજલ દવેએ પોતાનો અવાજ આપ્યો છે. ગીતનું સંગીત ગૌરવ દગાંવકરે આપ્યું છે, જ્યારે ગીતના શબ્દો દર્શિત નાયક અને કુનવર જૂનેજાએ લખ્યા છે.

નવરાત્રીની રોનક હવે ચારેય તરફ જામી રહી છે, ત્યારે ચોક્કસપણે ‘ફુંદડી’ આ સિઝનની દરેક ગરબા પ્લેલિસ્ટમાં ટોચનું સ્થાન મેળવશે અને ગરબા ફ્લોર પર વારંવાર ગુંજશે.