Navaratri 2023: પીએમ મોદીએ લખેલો 'ગરબો' ગીત રિલીઝ, ધ્વની ભાનુશાલીએ આપ્યો છે અવાજ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 14 Oct 2023 01:06 PM (IST)Updated: Sat, 14 Oct 2023 01:11 PM (IST)
garbo-song-written-by-pm-narendra-modi-released-voiced-by-singer-dhvani-bhanushali

Navaratri 2023: આવતીકાલથી નવરાત્રી 2023ની શરૂઆત થવા જઈ રહી છે. દેશભરમાં નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રીના અવસરે એક ગરબા ગીત લખ્યો છે. આ ગરબા ગીત ગુજરાતની સંસ્કૃતિની શાન અને વિરાસત છે. ગુજરાતમાં ભવ્ય રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. અહીંયા ઉત્સાહ સાથે ગરબો રમવામાં આવે છે.

પીએમ મોદીએ લખેલો ગરબા ગીતનો વીડિયો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ગીતને ધ્વની ભાનુશાલીએ અવાજ આપી છે અને મ્યૂઝિક તનિષ્ક બાગચીએ આપ્યું છે. આ ગીતના પ્રોડ્યુસર જેકી ભગનાની છે. યૂ ટ્યૂબ ચેનલે આની જાહેરાત કરતા લખ્યું કે, પ્રથમવાર પીએમ મોદીએ લખેલ ગીતની સાથે 'ગરબો' માં અમને તનિષ્ક બાગચીનું મ્યૂઝિક અને ધ્વની ભાનુશાલીની અવાજનો જાદુ જોવા મળશે.

સિંગર ધ્વની ભાનુશાલીએ X પર પોસ્ટ કરતા લખ્યું કે, 'પ્રિય નરેન્દ્ર મોદીજી, તનિષ્ક બાગચી અને મને તમારા દ્વારા લખવામાં આવેલ ગરબા ખૂબ ગમ્યો અને અમે એક ફ્રેશ રિધમ, કોમ્પોઝિશન અને ફ્લેવર સાથે ગીત બનાવવા માંગતા હતા. જે જસ્ટ મ્યુઝિકે અમને આ ગીત અને વીડિયોને જીવંત બનાવવામાં મદદ કરી.'

પીએમ મોદીએ ધ્વની ભાનુશાલીને ટેગ કરતા આભાર માન્યો. તેમણે લખ્યું કે, 'થેન્ક્યુ ધ્વની, તનિષ્ક બાગચી અને જે જસ્ટ મ્યૂઝિક ટીમ, મેં વર્ષો પહેલા લખેલા ગરબાની આ સુંદર રજૂઆત માટે! તે ઘણી યાદો પાછી લાવે છે. મેં ઘણા વર્ષોથી લખ્યું નથી પણ છેલ્લા કેટલાક દિવસોથી મેં એક નવો ગરબા લખવાનું મેનેજ કર્યું છે, જે હું નવરાત્રી દરમિયાન શેર કરીશ.'

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.