Dhurandhar Worldwide Collection: અક્ષય ખન્ના સ્ટારર 'ધુરંધર' લોકલ બોક્સ ઑફિસ પર ભલે ઠરી ગઈ હોય, પરંતુ આ સ્પાય થ્રિલર ફિલ્મ હજુ પણ વિદેશમાં દર્શકોને હજુ પણ ગમી રહી છે. આજ કારણોસર ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનમાં ઘટાડો થવાના કોઈ સંકેત નથી.
શાહરુખ ખાનની 'જવાન' ના 1148 કરોડના રેકોર્ડને તોડ્યા બાદ રણવીર સિંહ અને અક્ષય ખન્ના અભિનીત 'ધુરંધર'ની નજર હવે આમિર ખાનની 'દંગલ' ફિલ્મના રેકોર્ડ પર છે.
કોઈ પણ ફિલ્મને પ્રમોશન કરતાં માઉથ પબ્લિસિટીથી વધારે ફાયદો થતો હોય છે. જેનું ઉત્તમ ઉદાહરણ આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' છે. જેમાં વર્લ્ડવાઈડ બૉક્સ ઑફિસ પર 32 કરોડ રૂપિયાની કમાણીથી શરૂઆત કરી હતી. જો કે વિવેચકોએ વખાણતા આ ફિલ્મ સફળતાની ટોચ પર પહોંચી ગઈ અને ખૂબ જ ઝડપથી બીજા ક્રમની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે.
બોલીવુડ હંગામા અનુસાર, ધુરંધર ફિલ્મે માત્ર 32 દિવસમાં વિશ્વભરમાં રૂ. 1247.1 કરોડની કમાણી કરી છે. ફક્ત સોમવારે જ આ ફિલ્મે વિદેશમાં રૂ 7 કરોડની કમાણી કરી. આ સાથે જ ફિલ્મની વિદેશમાં કુલ કમાણી રૂ 282 કરોડ હતી, જે અત્યાર સુધીની તેની સૌથી વધુ કમાણીમાંની એક છે.
'દંગલ'નો રેકોર્ડ તોડવામાં 'ધુરંધર' ઘણી પાછળ
'જવાન'ની બોક્સ ઓફિસ સફળતા પછી આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ધુરંધર' હવે દંગલને પાછળ છોડી દેવાની તૈયારીમાં છે. જો 'ધુરંધર' બોલિવૂડની વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવા માંગે છે, તો તેને વૈશ્વિક સ્તરે રૂ. 728 કરોડ કમાવવા પડશે.
જો ફિલ્મના બોક્સ ઑફિસ કલેક્શનની વાત કરીએ તો, ધુરંધરે ઈન્ડિયામાં રૂ. 820.30 કરોડ સાથે ગ્રોસ કલેક્શન 968.48 કરોડ કર્યું છે. આ ફિલ્મે રિલીઝ થયાના 32માં દિવસે ઈન્ડિયામાં 4.5 કરોડ કમાણી કરી છે, જે અત્યાર સુધીની એક દિવસની સૌથી ઓછી કમાણી ગણી શકાય.
