Shikhar Dhawan Wedding: ટીમ ઈન્ડિયાના 'ગબ્બર'ની બીજી ઈનિંગ્સઃ શિખર ધવન ફેબ્રુઆરીમાં વિદેશી ગર્લફ્રેન્ડ સાથે લગ્નગ્રંથિથી જોડાશે

અગાઉ શિખર ધવને આયેશા મુખરજી સાથે લગ્ન કર્યાં હતા. જેના થકી તેને સંતાનમાં જોરાવરસિંહ નામનો પુત્ર છે. જો કે 2023માં બન્ને અલગ થઈ ગયા બાદ શિખરે અને સોફી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 06 Jan 2026 03:58 PM (IST)Updated: Tue, 06 Jan 2026 03:58 PM (IST)
shikhar-dhawan-wedding-meet-his-foreign-bride-sophie-shine-date-and-venue-details
HIGHLIGHTS
  • શિખર ધવન આઈરિશ ગર્લફ્રેન્ડ સોફી સાઈનને ડેટ કરી રહ્યો છે
  • ફેબ્રુઆરીના અંતમાં દિલ્હી-NCRમાં બન્ને પ્રભુતામાં પગલા પાડશે

Shikhar Dhawan-Sophie Shine Wedding: ક્રિકેટથી લઈને બૉલિવૂડ અને હોસ્ટિંગ સુધી અનેક ફિલ્ડમાં પોતાની હાજરી માત્રથી લોકો પર છાપ છોડી જનાર શિખર ધવન હવે પોતાની જિંદગીની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે.

હકીકતમાં શિખર ધવન આઇરિશ મહિલા સોફી શાઈનને ડેટ કરી રહ્યો છે. હવે ક્રિકેટનો આ દિગ્ગજ ખેલાડી પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાનો 'ગબ્બર' ખેલાડી ક્યારે કરશે બીજા લગ્ન?
મીડિયા રિપોર્ટ પ્રમાણે, શિખર ધવન અને સોફી શાઇન આવતા મહિને ફેબ્રુઆરીમાં લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા છે. તેમના લગ્ન ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં દિલ્હી એનસીઆરમાં થશે. જેમાં ક્રિકેટ જગત તેમજ બોલિવૂડના ઘણાં સ્ટાર્સ હાજરી આપે તેવી અપેક્ષા છે.

શિખર ધવનના ભવ્ય લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દંપતી માટે એક નવી શરૂઆત છે અને તેઓ બંને ખૂબ ખુશ છે. શિખર ધવન ખુદ લગ્નની તમામ તૈયારીઓ પર ધ્યાન આપી રહ્યો છે.

2023માં શિખર ધવનના છૂટાછેડા થયા હતા
સોફી શાઇનને મળતા પહેલા શિખર ધવનના લગ્ન આયેશા મુખર્જી સાથે થયા હતા. જો કે 2023માં બંનેના છૂટાછેડા થઈ ગયા. શિખરનો 11 વર્ષનો પુત્ર જોરાવર ધવન છે. સોફી અને શિખર ધવનની પ્રેમ કહાની વિશે વાત કરીએ તો, તેઓ પહેલી વાર દુબઈમાં મળ્યા હતા.

naidunia_image

ગબ્બર અને સોફી પહેલા મિત્રો બન્યા અને તે મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં પરિણમી હતી. એવું કહેવાય છે કે, આ દંપતી ઘણા સમયથી સાથે છે. તેઓ પહેલી વાર ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સાથે જોવા મળ્યા હતા.

naidunia_image

ગબ્બરે મનોરંજન જગતમાં પણ પોતાની છાપ છોડી છે.
ગબ્બરે માત્ર ક્રિકેટમાં જ નામ કમાવ્યું હોય તેવું નથી, પરંતુ હવે તે ફિલ્મી દુનિયામાં પણ પ્રવેશી ચૂક્યો છે. શિખર ધવને હુમા કુરેશી અને સોનાક્ષી સિંહા અભિનીત ફિલ્મ 'ડબલ એક્સએલ' માં અભિનય કર્યો હતો. આ સિવાય શિખરે Jio હોટસ્ટાર સાથે "ધવન કરેગે" શો પણ હોસ્ટ કર્યો હતો, જેમાં ક્રિકેટ અને મનોરંજન બંને જગતની હસ્તીઓ ખાસ મહેમાનો તરીકે હાજર રહી હતી. આ ઉપરાંત શિખર ધવને રિયાલિટી શો 'બેટલ ગ્રાઉન્ડ' માં જજ તરીકે પણ સેવા આપી હતી.