Dhurandhar Collection: 'ધુરંધર' એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, 'RRR' ને પછાડીને ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ બની

રણવીર સિંહ અભિનીત 'ધુરંધર' ફિલ્મે એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR' ના 782 કરોડના ઘરેલુ કલેક્શનના રેકોર્ડને તોડી નાખ્યો છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 08 Jan 2026 12:18 PM (IST)Updated: Thu, 08 Jan 2026 12:18 PM (IST)
dhurandhar-box-office-collection-day-35-ranveer-singh-akshaye-khanna

Dhurandhar Box Office Collection Day 35: આદિત્ય ધર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધુરંધર' ને સિનેમાઘરોમાં રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં તેની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. ભારતીય સિનેમાઘરોમાં આ સ્પાય એક્શન થ્રિલર હજુ પણ દર્શકોની પ્રથમ પસંદગી બની રહી છે, જે તેની ઐતિહાસિક સફળતાનું મુખ્ય કારણ છે. રિલીઝના 34માં દિવસે એટલે કે પાંચમા બુધવારે આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ચોથી સૌથી મોટી ફિલ્મ હોવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

'RRR' ના રેકોર્ડને માત આપી
રણવીર સિંહ અભિનીત 'ધુરંધર' ફિલ્મે એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR' ના 782 કરોડના ઘરેલુ કલેક્શનના રેકોર્ડને તોડી નાખ્યો છે. રિપોર્ટ્સ મુજબ 34માં દિવસે આ ફિલ્મે અંદાજે 4.25 કરોડની કમાણી કરી છે, જેના કારણે તેનું કુલ કલેક્શન હવે 786 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સાથે જ આ ફિલ્મે શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન જેવા તમામ મોટા સ્ટાર્સની ફિલ્મોને પાછળ છોડીને બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ તરીકેનું સ્થાન મેળવ્યું છે.

'ધુરંધર' લેટેસ્ટ કલેક્શન
'ધુરંધર' ફિલ્મે 28 કરોડથી બોક્સ ઓફિસ પર ખાતું ખોલાવ્યા બાદ પ્રથમ અઠવાડિયે 207.25 કરોડ, બીજા અઠવાડિયે 253.25 કરોડ, ત્રીજા અઠવાડિયે 172 કરોડ અને ચોથા અઠવાડિયે 106.5 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું. પાંચમા અઠવાડિયામાં તેની કમાણીમાં ઓછી જોવા મળી હોવા છતાં પાંચમા શુક્રવારથી મંગળવાર સુધીમાં ફિલ્મે કરોડોમાં કમાણી ચાલુ રાખી હતી.

હાલમાં 'ધુરંધર' ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં માત્ર ત્રણ ફિલ્મોથી પાછળ છે - 'પુષ્પા 2' (1234 કરોડ), 'બાહુબલી 2' (1030 કરોડ) અને 'KGF ચેપ્ટર 2' (860 કરોડ). જોકે આ શુક્રવારે પ્રભાસની ફિલ્મ 'ધ રાજા સાબ' અને થલપતિ વિજયની 'જન નાયગન' રિલીઝ થઈ રહી છે, જેના કારણે 'ધુરંધર' ની કમાણીને મોટો ઝટકો લાગી શકે છે.