અમદાવાદ.
The Kashmir Files: વર્ષ 2022ની સૌથી ચર્ચિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ જાણકારી આપી હતી કે તેમની ફિલ્મને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. હવે તેમને ફિલ્મને લઇને વધુ એક જાણકારી આપી છે કે તેમની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થશે.
વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપી છે. વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મનું પોસ્ટર શેર કરતા ટ્વિટ કર્યું હતું કે, ધ કાશ્મીર ફાઇલ્સ ફરી એકવાર 19 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. આજ દિવસે કાશ્મીરી હિન્દુ નરસંહાર દિવસ છે. આ પ્રથમવાર છે જ્યારે કોઇ ફિલ્મ વર્ષમાં બે વાર રિલીઝ થશે.
1990માં થયેલા કાશ્મીરી હિન્દુઓના પલાયન પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. માત્ર 20 થી 25 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર 340 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.