Tiger 3 Box Office Collection Day 11: બોક્સ ઓફિસ પર ધીમી પડી ગઈ ટાઈગર 3 ની સ્પીડ, ફિલ્મની કમાણીમાં થઈ રહ્યો છે સતત ઘટાડો

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 23 Nov 2023 09:23 AM (IST)Updated: Thu 23 Nov 2023 09:23 AM (IST)
bollywood-tiger-3-box-office-collection-11-salman-khan-and-katrina-kaif-film-collects-more-than-5-crore-on-day-11-237464

Tiger 3 Box Office Collection Day 11: સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર 3 બોક્સ ઓફિસ પર રિલીઝ થતાની સાથે જ શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મે ઓપનિંગ ડે અને બીજા દિવેસ બમ્પર કમાણી કરી હતી. જો કે, એક વીક બાદ ફિલ્મની કમાણીમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. બોક્સ ઓફિસ પર ટાઈગર 3 ની સ્પીડ ધીમી પડી ગઈ છે.

સૈકનિલ્કના આંકડા પ્રમાણે, ફિલ્મ ટાઈગર 3એ બુધવારના રોજ 5.28 કરોડની કમાણી કરી છે. જો કે, અર્લી આંકડા છે. ટાઈગર 3 એ પ્રથમ અઠવાડિયે કુલ 187.65 કરોડની કમાણી કરી હતી. એમાં પણ ઓપનિંગ ડેના દિવસે 44.5 કરોડ અને બીજા દિવસે 59.25 કરોડની કમાણી કરી હતી. જો કે, ત્યારબાદ ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ટાઈગર 3નું અત્યાર સુધીનું કલેક્શન

  • પ્રથમ દિવસ- 44.5 કરોડ
  • બીજા દિવસે- 59.25 કરોડ
  • ત્રીજો દિવસ - 44.3 કરોડ
  • ચોથો દિવસ - 21.1 કરોડ
  • પાંચમો દિવસ - 18.5 કરોડ
  • છઠ્ઠો દિવસ - 13.25 કરોડ
  • સાતમો દિવસ - 18.5 કરોડ
  • આઠમો દિવસ - 10.5 કરોડ
  • નવમો દિવસ - 7.35 કરોડ
  • દસમો દિવસ - 6.7 કરોડ

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.