Nora Fatehi: સુકેશ ચંદ્રશેખરનો દાવો, નોરા ફતેહીએ મોરોક્કોમાં ઘર ખરીદવા માટે લીધા હતા પૈસા, ગાડી પણ અપાવી હતી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 24 Jan 2023 03:14 PM (IST)Updated: Tue, 24 Jan 2023 03:15 PM (IST)
bollywood-sukesh-chandrasekhar-claim-he-said-nora-fatehi-took-money-to-buy-a-house-in-morocco

અમદાવાદ.
Nora Fatehi:
છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ ફિલ્મોની સાથે સાથે મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડના મની લોન્ડરિંગ કેસને લઇને પણ હેડલાઇન્સમાં બનેલી છે. રોજેરોજ નવા આ કેસમાં અપડેટ આવતા રહે છે. હાલમાં જ થોડાક દિવસ પહેલા નોરા ફતેહીએ દાવો કર્યો હતો કે સુકેશે તેને તેની ગર્લફ્રેન્ડ બનવા અને લગ્ઝરી લાઇફસ્ટાઇલ આપવાનો દાવો કર્યો હતો. આ મામલે હવે સુકેશે પોતાનું નિવેદન જાહેર કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુકેશનું કહેવું છે કે તેને નોરાને મોરક્કોમાં ઘર ખરીદવા માટે પૈસા આપ્યા હતા. સુકેશે કહ્યું હતું કે - આજે તે મને એક ઘરનું વચન આપવાની વાત કરે છે, પરંતુ તેણે મોરોક્કોના કાસાબ્લાન્કામાં તેના પરિવાર માટે ઘર ખરીદવા માટે મારી પાસેથી પહેલેથી જ મોટી રકમ લઇ લીધી હતી. હવે તે પોતાની જાતને બચાવવા માટે એક કહાની બનાવી રહી છે.

naidunia_image

સુકેશે આગળ કહ્યું, 'હવે નોરા કહી રહી છે કે તેને ગાડી ન હતી જોઈતી, તો આ સૌથી મોટું જુઠ છે. તેને પોતાની કાર બદલવી હતી અને તેને મર્સિડીઝ CLA ગાડી સસ્તી લાગતી હતી. તેણે મારી પાસેથી ગાડી માંગી હતી અને મેં તેને ગિફ્ટ પણ કરી હતી. સુકેશે વધુમાં કહ્યું કે તે આના પુરાવા EDને પહેલા જ આપી ચૂક્યો છે.

સુકેશે કહ્યું કે, 'તેની પાસે નોરા સાથે ચેટના સ્ક્રીનશોટ પણ હતા તે તેને રેન્જ રોવર કાર આપવા માંગતો હતો, પરંતુ તે સમયે ગાડી સ્ટોકમાં ન હતી અને તેને તરત જ ગાડી જોઈતી હતી. તેથી જ મેં BMWની S સિરીઝની ગાડી આપી. તેણે લાંબા સમય સુધી ગાડીનો ઉપયોગ કર્યો.

ગાડી લેવાની વાત પર સુકેશે જણાવ્યું હતું કે, નોરા ભારતમાં રહેતી નથી. તેથી તેને પોતાની ગાડી તેના ખાસ મિત્રના પતિ બોબીના નામ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે કહ્યું હતું.

naidunia_image

હાલમાં જ સુકેશે અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ વચ્ચેના વિવાદને લઈને એક પત્ર લખ્યો હતો. જેમાં તેણે દાવો કર્યો હતો કે નોરા ફતેહીએ ઇકોનોમિક ઓફેન્સ વિંગ સમક્ષ પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. સુકેશે કહ્યું કે નોરા ઈચ્છતી હતી કે હું જેકલીનને છોડી દઉં. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.