Salaar Box Office Collection Day 2: Prabhasની 'સાલાર'નો બોક્સ ઓફિસ પર જલવો, બીજા દિવસે પણ કરી રેકોર્ડબ્રેક કમાણી

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 24 Dec 2023 08:51 AM (IST)Updated: Sun 24 Dec 2023 08:53 AM (IST)
bollywood-salaar-box-office-collection-day-2-prabhas-starrer-salaar-collects-more-than-50-crore-on-2nd-day-at-the-box-office-254693

Salaar Day 2 Box Office Collection: હાલ દરેક જગ્યાએ સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'સાલાર'ની ચર્ચા સાંભળવા મળી રહી છે. 22 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ સાલારએ બોક્સ ઓફિસ ધમાલ મચાવી દીધી છે. પહેલા દિવસે જ 95 કરોડથી વધુનું કલેક્શન કરનારી ફિલ્મના બીજા દિવસના આંકડા સામે આવી ગયા છે.

ઓપનિંગ ડે પર શાનદાર કલેક્શન કરનારી 'સાલાર પાર્ટ-1 સીઝફાયર'એ બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી છે. સૈકનિલ્કના અર્લી ટ્રેન્ડ અનુસાર, શનિવારે સાલારએ તમામ ભાષાઓમાં 57.61 કરોડનું શાનદાર બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. જો કે, આ આંકડા અંદાજિત છે. આ નંબર્સને જોતા લાગી રહ્યું છે. ઓપનિંગ વીકેન્ડમાં જ ફિલ્મ 200 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કરી શકે છે.

સાલાર કલેક્શન

  • પ્રથમ દિવસ - 90.7 કરોડ
  • બીજો દિવસ - 57.61 કરોડ*
  • ટોટલ - 148.31 કરોડ*

પ્રશાંત નીલ નિર્દેશિત ફિલ્મ સાલારમાં ધાંસૂ એક્શન સીન્સ અને સ્ટાર કાસ્ટની એક્ટિંગની ઘણી પ્રશંસા થઈ રહી છે. ફિલ્મને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.