અમદાવાદ.
Pallavi Joshi: 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફેમ નિર્દેશક વિવેક અગ્રિહોત્રી પોતાની આગામી ફિલ્મ 'ધ વેક્સિન વોર' ની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મની નિર્માતા અને તેમની પત્ની પલ્લવી જોશી પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. ફિલ્મની શૂટિંગ દરમિયાન એક ગાડીએ આઉટ ઓફ કંટ્રોલ થઇને પલ્લવીને ટક્કર મારતા તે ઇજાગ્રસ્ત થઇ ગઇ છે.
ફિલ્મ ધ વેક્સિન વોરના શૂટિંગ દરમિયાન પલ્લવીનું એક્સીડેન્ટ થયું હતું. જો કે અભિનેત્રીને વધારે ઇજા નથી પહોંચી. અભિનેત્રીની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એક શોર્ટ દરમિયાન ગાડીનું બેલેન્સ બગડતા ટક્કર વાગી હતી. ઇજાગ્રસ્ત હોવા છતાં અભિનેત્રીએ તેનો શોર્ટ પૂરો કરીને પછી હોસ્પિટલ ગઇ હતી.
ફિલ્મ 'ધ વેક્સિન વોર' ની કહાની કોવિડ-19 રોગચાળા દરમિયાન ડોકટરો અને વૈજ્ઞાનિકોએ આપણને કેવી રીતે ટેકો આપ્યો તેના પર આધારિત છે.
નિર્માતા પલ્લવી જોશીની આ ફિલ્મ આવતા વર્ષે 15 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ભોજપુરી, પંજાબી, ગુજરાતી, મરાઠી અને બંગાળી સહિત 10થી વધુ ભાષાઓમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.