Vivek Agnihotri એ કરી નવી ફિલ્મની જાહેરાત, ત્રણ પાર્ટમાં મહાભારત પર બનાવશે ફિલ્મ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 21 Oct 2023 12:36 PM (IST)Updated: Sat, 21 Oct 2023 12:36 PM (IST)
bollywood-director-vivek-agnihotri-announced-new-film-make-3-part-film-based-on-the-mahabharata

Parva - An Epic Tale Of Dharma: ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની હાલમાં જ ધ વેક્સીન વોર ફિલ્મ રિલીઝ થઈ છે. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ બતાવી શકી ન હતી. ત્યારે હવે વિવેક અગ્નિહોત્રી પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. 3 પાર્ટમાં બનનારી આ ફિલ્મની કહાની મહાભારત પર આધારિત હશે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યું કે, 'વિવેક અગ્નિહોત્રી મોટા પડદા માટે 3 ભાગમાં મહાભારત બનાવશે… તે પદ્મભૂષણ ડૉ. એસ.એલ. ભૈરપ્પા દ્વારા લખાયેલ મહાભારત પર આધારિત બેસ્ટ સેલિંગ નવલકથા પર્વને રૂપાંતરિત કરશે. ફિલ્મનું નામ 'પર્વ: એન એપિક ટેલ ઓફ ધર્મ' હશે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત અને લેખિત ફિલ્મનું નિર્માણ પલ્લવી જોશી દ્વારા કરવામાં આવશે. પ્રકાશ બેલાવાડી સહ-લેખક હશે.'

પદ્મભૂષણ ડૉ. એસ.એલ. ભૈરપ્પાની બુક 'પર્વ' કન્નડ ભાષામાં લખવામાં આવી છે. આ સંસ્કૃત મહાકાવ્ય મહાભારતનું પુનર્કથન છે, જે પ્રમુખ પાત્રોના વ્યક્તિગત પ્રતિબિંબના માધ્યમથી વર્ણિત કરવામાં આવ્યું છે. આ નવલકથાને આધુનિક ક્લાસિકના વ્યાપક રૂપમાં વખાણવામાં આવી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.