The Dadasaheb Phalke International Film Awards 2023 Winners: દાદા સાહેબ ફાળકે સિનેમા ક્ષેત્રે દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે. ડાયરેક્ટોરેટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ્સે ગઈકાલે રાત્રે વર્ષ 2023 માટે વિજેતાઓની યાદી જાહેર કરી. દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023 સમારોહ મુંબઈમાં યોજાયો હતો.
2022માં આવેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો હતો. વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી જેવા કલાકારોએ કામ કર્યું છે.
ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રી (Vivek Ranjan Agnihotri)એ ટ્વિટ કરીને ફિલ્મને મળેલા સન્માનની જાણકારી આપીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે એવોર્ડ નાઈટની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. તેમણે આ એવોર્ડ આતંકવાદનો ભોગ બનેલા તમામ લોકો અને દેશના લોકોને સમર્પિત કર્યો છે. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ટીમને સોશિયલ મીડિયા પર અભિનંદન મળી રહ્યા છે.
ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ ફિલ્મને લઇને ઘણો હોબાળો થયો હતો. રાજકીય પક્ષોએ તેને પ્રોપેગન્ડા ફિલ્મ ગણાવી હતી. કાશ્મીરી પંડિતોની પીડા દર્શાવતી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. ભારતમાં તેનું લાઇફટાઇમ કલેક્શન 252.90 કરોડ છે. જ્યારે ફિલ્મે વિશ્વભરમાં 340.92 કરોડની કમાણી કરી હતી. ઓછા બજેટમાં બનેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ' 2022ની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની.
વિનર્સની સંપૂર્ણ લિસ્ટ
- બેસ્ટ ફિલ્મ - કાશ્મીર ફાઇલ્સ
- ફિલ્મ ઓફ ધ યર - RRR
- બેસ્ટ અભિનેતા - રણબીર કપૂર (બ્રહ્માસ્ત્ર ભાગ 1)
- બેસ્ટ અભિનેત્રી - આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી)
- બેસ્ટ અભિનેતા ક્રિટિક્સ - વરુણ ધવન (ભેડિયા)
- બેસ્ટ અભિનેત્રી ક્રિટિક્સ - વિદ્યા બાલન (જલસા)
- સહાયક ભૂમિકામાં બેસ્ટ અભિનેતા - મનીષ પોલ (જુગ્જુગ જીયો)
- બેસ્ટ દિગ્દર્શક - આર. બાલ્કી (ચુપ)
- બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) - સચેત ટંડન (મૈયા મૈનુ-જર્સી)
- બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ) - નીતિ મોહન (મેરી જાન - ગંગુભાઈ કાઠિયાવાડી)
- બેસ્ટ પ્રોમેસિંગ અભિનેતા - રિષભ શેટ્ટી (કાંતારા)
- મોસ્ટ વર્સેટાઇલ એક્ટર - અનુપમ ખેર (ધ કાશ્મીર ફાઇલ્સ)
- બેસ્ટ વેબ સિરીઝ - રુદ્ર: ધ એજ ઓફ ડાર્કનેસ
- ટીવી સિરીઝ ઑફ ધ યર - અનુપમા
- બેસ્ટ ટીવી અભિનેતા - ઝૈન ઇમામ (ફના-ઇશ્ક મેં મરજાવાં)
- બેસ્ટ ટીવી અભિનેત્રી - તેજસ્વી પ્રકાશ (નાગિન 6)
- બેસ્ટ સિનેમેટોગ્રાફર - પીએસ વિનોદ (વિક્રમ વેધા)

સોશિયલ મીડિયા પર એવોર્ડ નાઈટમાં પહોંચેલા વિજેતાઓની તસવીરો વાયરલ થઈ રહી છે. લેજેન્ડરી અને એવરગ્રીન બ્યૂટી રેખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના શાનદાર યોગદાન માટે સન્માનિત કરવામાં આવી હતી. આલિયાએ પતિ રણબીર કપૂર વતી આ એવોર્ડ કલેક્ટ કર્યો હતો. સ્ટેજ પર આલિયા અને રેખાની શાનદાર બોન્ડિંગ વાયરલ થઈ રહી છે. સાડીમાં આલિયા સ્ટનિંગ જોવા મળી રહી હતી. રેખા એવરગ્રીન બ્યુટી છે, તેણે બધી લાઇમલાઇટ લૂંટી લીધી હતી. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.