Anupam Kher: બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર છેલ્લા ઘણા સમયથી પોતાની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઇને ચર્ચામાં છે. આજે તેણે દિલ્લીમાં આયોજિત ગ્લોબલ કાશ્મીર પંડિત કોન્કલેવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કાશ્મીરી લોકોની મદદ માટે પોતાનો હાથ આગળ લંબાવ્યો હતો.
ગ્લોબલ કાશ્મીર પંડિત કોન્કલેવમાં અનુપમ ખેરે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'ધ કાશ્મીર ફાઇલ્મમાં કાશ્મીરી પંડિતોની સમસ્યાઓ બતાવવામાં આવી છે. અમે ઘણું બધું કમાવ્યું છે. અમે તે વિદેશી સંગઠનને દાન આપીએ છે જે પહેલાથી જ સમૃદ્ધ છે. હવે આપણા લોકોને દાન કરવાની જરૂર છે. હું 5 લાખ રૂપિયાનું દાન આપવાનું વચન આપું છું.'
વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઇ હતી. 1990માં થયેલા કાશ્મીરી હિન્દુઓના પલાયન પર બનેલી આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. માત્ર 20 થી 25 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર 340 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.