Shaitan: વર્ષ 2023માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'વશ'ને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મને કૃષ્ણદેવ યાજ્ઞિકે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, નીલમ પંચાલ અને હિતેન કુમારે શાનદાર અભિનય કર્યો હતો. ત્યારે હવે આ ફિલ્મની હિન્દી રિમેક આવી રહી છે. જેમાં અજય દેવગન લીડ રોલમાં જોવા મળવાનો છે. ત્યારે હવે આ ફિલ્મનું ટાઈટલ નક્કી થઈ ગયું છે.
ઈટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે, અજય દેવગન અને આર માધવનની આ સુપરનેચરલ થ્રિલર ફિલ્મનું નામ 'શૈતાન' હશે. આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલ કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ 'વશ'ની હિન્દી રિમેક છે. રિપોર્ટ્સમાં માહિતી મળી રહી છે કે, ફિલ્મનું ટીઝર ડિસેમ્બરના ત્રીજા વીકમાં આવશે. તેનું ટીઝર શાહરૂખ ખાનની 'ડંકી' સાથે જોવા મળી શકે છે.
મળતી માહિતી પ્રમાણે, આ ફિલ્મની શૂટિંગ પૂર્ણ થઈ ગઈ છે. ફિલ્મની શૂટિંગ મુંબઈ, મસૂરી અને લંડનમાં થઈ છે. આ ફિલ્મ પેનોરમા સ્ટૂડિયોઝના બેનર હેઠળ અજય, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક નિર્મિત છે. આ ફિલ્મમાં અજય અને માધવન પહેલીવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ સાથે જ ફિલ્મમાં જ્યોતિકા અને જાનકી બોડીવાલા પણ મહત્ત્વના રોલમાં જોવા મળવાના છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
