Bade Miyan Chote Miyan Teaser: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની મચએવેટેડ ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું ટિઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટિઝર બંને સ્ટાર્સના ફેન્સને પસંદ આવી રહ્યું છે. બંને ટિઝરમાં એક્શન કરતા જોવા મળી રહ્યા છે. દેશભક્તિના ડાયલોગ્સે બાજી મારી છે, તેવામાં હવે ફેન્સ ફિલ્મના ટ્રેલર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે.
ફિલ્મનું ટીઝર દક્ષિણના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારનના વોઈસ ઓવરથી શરૂ થાય છે જેમાં તે કહે છે કે કયામતનો દિવસ આવવાનો છે. એક આપત્તિ જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને બદલી નાખશે. એક આપત્તિ જે સારા અને અનિષ્ટ વચ્ચેના યુદ્ધને કાયમ માટે સમાપ્ત કરશે. ભારતનો નાશ થશે. મને કોણ રોકશે..?
આ પછી આર્મી ઓફિસર અક્ષય અને ટાઈગરની એન્ટ્રી થાય છે. તે કહે છે, ‘હમ દિલ સે સૈનિક, દિમાગ સે શૈતાન હે, હમ સે દૂર રહો, હમ હિન્દુસ્તાન હે…’ આ પછી બંને દેશના દુશ્મનો સામે લડીને ભારતને બચાવતા જોવા મળે છે. ટીઝર પરથી સ્પષ્ટ છે કે દર્શકોને ફિલ્મમાં એક્શન અને દેશભક્તિનો ડબલ ડોઝ મળશે.
અક્ષય અને ટાઈગર ઉપરાંત સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન 'બડે મિયાં છોટે મિયાં'માં વિલનની ભૂમિકામાં જોવા મળશે. તેમના સિવાય સોનાક્ષી સિન્હા, અલાયા એફ, માનુષી છિલ્લર અને રોનિત રોય પણ મહત્વના રોલમાં હશે. તે એપ્રિલ 2024માં ઈદ પર રિલીઝ થશે.
અજય દેવગણની 'મેદાન' ફિલ્મ સાથે થશે ટક્કર
ઈદ 2024 પર આ ફિલ્મની ટક્કર અજય દેવગણની મેદાન ફિલ્મ સાથે થવાની છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.