Baaghi 4 Review: ટાઈગર શ્રોફની ધમાકેદાર વાપસી, વિલનના પાત્રમાં સંજય દત્તની ઢાંસુ એન્ટ્રી, જાણો દર્શકોને કેવી લાગી ફિલ્મ

ઘણા યુઝર્સે 'બાગી 4' ને ટાઇગર શ્રોફની કમબેક ફિલ્મ કહી છે. એક યુઝરના મતે આ ફિલ્મની વાર્તા 'બાગી' ફ્રેન્ચાઇઝીની અન્ય ફિલ્મો કરતાં સારી છે અને શરૂઆતની 30 મિનિટ કમાલની છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 05 Sep 2025 12:13 PM (IST)Updated: Fri 05 Sep 2025 12:13 PM (IST)
baaghi-4-movie-x-review-tiger-shroff-sanjay-dutt-sonam-bajwa-in-action-597756

Baaghi 4 Movie X Review: આજે સિનેમાઘરોમાં ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘Baaghi 4’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સંજય દત્ત એક ખતરનાક વિલનની ભૂમિકામાં જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ જોયા બાદ યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. રિલીઝ પહેલાથી જ દર્શકોમાં ફિલ્મ ‘બાઘી 4’ને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જાણોન દર્શકોને કેવી લાગી ફિલ્મ

Baaghi 4 દર્શકોને કેવી લાગી

ઘણા યુઝર્સે 'બાગી 4' ને ટાઇગર શ્રોફની કમબેક ફિલ્મ કહી છે. એક યુઝરના મતે આ ફિલ્મની વાર્તા 'બાગી' ફ્રેન્ચાઇઝીની અન્ય ફિલ્મો કરતાં સારી છે અને શરૂઆતની 30 મિનિટ કમાલની છે. અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે ફિલ્મના ગીતો, એક્શન, બધું મળીને આ એક 'માસ એન્ટરટેનર' છે. ટાઇગરના અભિનયને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. રોની તરીકે તેની ભૂમિકા દર્શકોને આશ્ચર્યચકિત કરી દેશે.

ફિલ્મની વાર્તા તેના અનપેક્ષિત વળાંકો સાથે દર્શકોને તેમની સીટ સાથે જકડી રાખે છે. ફિલ્મનો પહેલો ભાગ ખૂબ જ પ્રભાવશાળી છે, જેમાં ટાઇગર શ્રોફનો ઇલેક્ટ્રિફાઇંગ ઇન્ટ્રો, રોમાંચક એક્શન સિક્વન્સ અને ગીતો ફિલ્મ ગજબ છે.

ફિલ્મનું 'સેન્ટર ઓફ એટ્રેક્શન' છે સંજય દત્ત

આ ફિલ્મમાં સંજય દત્ત વિલનના રોલમાં સંપૂર્ણપણે છવાઈ ગયા છે અને તેમને ફિલ્મનું "સેન્ટર ઓફ એટ્રેક્શન" ગણાવવામાં આવ્યા છે. એક X યુઝરે સંજય દત્તની એક્ટિંગના ખૂબ વખાણ કરતા લખ્યું છે કે સંજય દત્ત એક જાદુ છે, તે માત્ર ખલનાયકનો રોલ નથી ભજવતા, પરંતુ તમને તેમના ગુસ્સા, દર્દ અને માનવતાનો એકસાથે અહેસાસ કરાવે છે.

ટાઇગર શ્રોફ અને સંજય દત્ત ઉપરાંત આ ફિલ્મમાં હરનાઝ કૌર સંધુ, સોનમ બાજવા, શ્રેયસ તલપડે અને સૌરભ સચદેવા જેવા કલાકારો પણ મહત્વના પાત્રોમાં જોવા મળ્યા છે.