Animal Box Office 6th Day Collection: બોક્સ ઓફિસ પર એનિમલનો જાદૂ, 6 દિવસમાં 300 કરોડને પાર; જવાન-પઠાણનો રેકોર્ડ તોડ્યો

By: AkshatKumar PandyaEdited By: AkshatKumar Pandya Publish Date: Thu 07 Dec 2023 11:08 AM (IST)Updated: Thu 07 Dec 2023 11:08 AM (IST)
animal-box-office-6th-day-collection-ranbir-kapoor-film-broke-the-records-of-these-14-films-245346

Animal Box Office 6th Day Collection: રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'એ થિયેટરોમાં હલચલ મચાવી દીધી છે. ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે, જેના કારણે તે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. 'એનિમલ' એ માત્ર 5 દિવસમાં 283 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે તેની છઠ્ઠા દિવસની કમાણી પણ સામે આવી છે. ચાલો જાણીએ કે બુધવારે ફિલ્મનું કલેક્શન કેવું રહ્યું.

બુધવારે એનિમલનું કલેક્શન કેવું રહ્યું?
રણબીર કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'એનિમલ' દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહી છે. પહેલા વીકએન્ડમાં જ તેણે ભારતમાં રૂ. 200 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. હવે ફિલ્મ બીજા વીકેન્ડમાં પણ સારી કમાણી કરતી જોવા મળી રહી છે. SACNILCના રિપોર્ટ અનુસાર, બુધવારે ફિલ્મનું નેટ ઈન્ડિયા કલેક્શન 30.00 કરોડ રૂપિયા હતું. એટલે કે માત્ર 6 દિવસમાં 'એનિમલ'એ 312.96 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

6 દિવસમાં 'એનિમલ'એ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' અને 'પઠાણ'ના રેકોર્ડ તોડી નાખ્યા છે. 'પઠાણ'એ રિલીઝના છઠ્ઠા દિવસે 25.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે 'જવાન'એ 24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે રેકોર્ડની દૃષ્ટિએ 'એનિમલ' સની દેઓલની ફિલ્મ 'ગદર 2' કરતાં પાછળ રહી ગઈ છે. 'ગદર 2' એ રિલીઝના છઠ્ઠા દિવસે 32.37 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જે રીતે 'એનિમલ' જોરદાર કમાણી કરી રહ્યું છે. તે જોતા સ્પષ્ટ છે કે આ કમાણીનો આંકડો વધુ વધશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.