Amitabh Bachchan Net Worth: વર્ષ 2024-25માં સૌથી વધુ એડવાન્સ ટેક્સ ભરનારા સેલિબ્રિટી અમિતાભ બચ્ચન; જાણો તેમની કુલ નેટવર્થ

બોલિવૂડના મહાનાયક અને 'સદીના સુપરસ્ટાર' અમિતાભ બચ્ચન નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના સૌથી વધુ ટેક્સ ભરનારા સેલિબ્રિટી બન્યા છે. આવી સ્થિતિમાં, જાણો બિગ બીની કુલ નેટવર્થ.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 20 Mar 2025 11:39 AM (IST)Updated: Thu 20 Mar 2025 11:39 AM (IST)
amitabh-bachchan-net-worth-2025-income-assets-house-family-education-luxury-lifestyle-kbc-fees-per-episide-car-collection-494269

Amitabh Bachchan Net Worth 2025: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને 'સદીના સુપરસ્ટાર' તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લા પાંચ દાયકાથી મોટા પડદા પર રાજ કરી રહ્યા છે. તેમના મજબૂત અભિનય અને પ્રતિભાના આધારે, આજે પણ દર્શકો તેમને ફિલ્મોમાં જોવા માટે ઉત્સાહિત રહે છે.

તેઓ માત્ર અભિનય જ નહીં, આર્થિક ક્ષેત્રે પણ સુપરસ્ટાર છે. નાણાકીય વર્ષ 2024-25માં તેઓ ભારતના સૌથી વધુ ટેક્સ ભરનારા સેલિબ્રિટી બન્યા છે, તેમણે શાહરુખ ખાન અને સલમાન ખાન જેવા સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે.

રિપોર્ટ મુજબ, અમિતાભ બચ્ચને આ નાણાકીય વર્ષમાં રૂ. 350 કરોડની જંગી કમાણી કરી છે અને આવકના આ આંકડા પર તેમનો ટેક્સ રૂ. 120 કરોડ જેટલો છે. આ એડવાન્સ ટેક્સમાંથી, 15 માર્ચે 52.50 કરોડ રૂપિયાનો છેલ્લો હપ્તો ચૂકવી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જાણો બિગ બીની કુલ નેટવર્થ.

અમિતાભ બચ્ચનની કુલ નેટવર્થ

81 વર્ષીય મહાનાયક અમિતાભ બચ્ચન માત્ર અભિનય નહીં, પણ ધન-સંપત્તિ મામલે પણ શિરમોર છે. મિડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ નેટવર્થ રૂ. 3,390 કરોડ છે, જે તેમને ભારતના બીજા સૌથી ધનિક અભિનેતા બનાવે છે.

કમાણી અને આવક સ્ત્રોતો

  • માસિક આવક: ₹5 કરોડ
  • વાર્ષિક આવક: ₹60 કરોડ
  • ફિલ્મ માટે ફી: ₹6-10 કરોડ
  • KBCના એક એપિસોડ માટે ચાર્જ: ₹4-5 કરોડ
  • બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફી: ₹5-8 કરોડ

જલસાના માલિક-શાનદાર કાર કલેક્શન

અમિતાભ બચ્ચનના મુંબઈના ઘરનું નામ 'જલસા' છે, જેની કિંમત 112 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, તેમની પાસે પ્રતિક્ષા, વત્સ, જનક સહિત ઘણા અન્ય ઘરો છે.

લક્ઝરી કાર અને પ્રાઈવેટ જેટ

  • રોલ્સ રોયસ ફેન્ટમ
  • રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી
  • બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી
  • લેક્સસ એલએક્સ 570
  • પ્રાઈવેટ જેટ (અંદાજીત કિંમત ₹260 કરોડ)