Pushpa 2 Day 31 Collection: પુષ્પા 2 એ 31માં દિવસે પણ બોક્સ ઓફિસ પર રાજ કર્યું, 1800 કરોડની નજીક પહોંચી

પુષ્પાઃ ધ રૂલ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. પુષ્પરાજ અને અલ્લુ અર્જુનનો આ ક્રેઝ છે જે 1 મહિના પછી પણ ફિલ્મને રોકી શક્યો નથી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 05 Jan 2025 07:48 AM (IST)Updated: Sun 05 Jan 2025 07:48 AM (IST)
allu-arjun-and-rashmika-mandanna-starrer-pushpa-2-31st-day-box-office-collection-455621
HIGHLIGHTS
  • બોક્સ ઓફિસ પર રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો
  • પુષ્પારાજનો ક્રેઝ જોવા મળ્યો

Pushpa 2 31st day box office collection: પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર રૂપિયા 1000 કરોડનું કલેક્શન પાર કર્યું છે, તેને સ્પર્શવી અન્ય કોઈ ફિલ્મ માટે મુશ્કેલ લાગે છે. આ ફિલ્મે દરેક જગ્યાએ હિન્દી કલેક્શન અને વર્લ્ડવાઈડ કલેક્શનના રેકોર્ડ તોડ્યા છે. હવે બોક્સ ઓફિસ પર રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે, ચાલો જાણીએ 31માં દિવસનું કુલ કલેક્શન…

પુષ્પારાજનો ક્રેઝ જોવા મળ્યો

ત્રણ વર્ષ પછી પણ, જ્યારે ફિલ્મની સિક્વલ સ્ક્રીન પર આવી, ત્યારે ફેન્સે પુષ્પરાજ અને શ્રીવલ્લીને એટલો જ પ્રેમ આપ્યો જેવો તેમના પહેલા ભાગને આપ્યો હતો. પુષ્પા 2 નો ફિવર ફિલ્મ રિલીઝ થયાને એક મહિના પછી પણ શમતો નથી. પુષ્પા 2નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને સકનિલ્કના તાજેતરના અહેવાલ મુજબ, ફિલ્મે અત્યાર સુધીમાં 1197 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મ 1200 કરોડના કલેક્શન તરફ ઝડપથી આગળ વધી રહી છે.

એક મહિનાથી રાજ ચાલી રહ્યું છે

પુષ્પા 2 એ જબરદસ્ત શરૂઆતના સપ્તાહમાં રૂપિયા 725.8 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે તેના બીજા સપ્તાહમાં પણ સારું પ્રદર્શન કર્યું અને કુલ રૂપિયા 264.8 કરોડની કમાણી કરી. બોક્સ ઓફિસની આ જ ગતિ ત્રીજા સપ્તાહમાં પણ ચાલુ રહી અને 129.5 કરોડનું કલેક્શન થયું. ચોથા સપ્તાહનું કલેક્શન રૂપિયા 69.65 કરોડ હતું.

ફિલ્મની 31માં દિવસની કમાણી

ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાને 31 દિવસ વીતી ગયા છે. 31મા દિવસના શરૂઆતી ટ્રેન્ડની વાત કરીએ તો ફિલ્મ કુલ 3.86 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. સાથે જ ફિલ્મને વીકેન્ડનો પૂરેપૂરો ફાયદો મળતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ માત્ર સાઉથમાં જ નહીં પરંતુ હિન્દી બેલ્ટમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. તેનું વિશ્વવ્યાપી કલેક્શન પણ 1800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

નવી ફિલ્મનો માત આપી

તહેવારોની સિઝનમાં નવી રિલીઝ થયેલી ફિલ્મો પણ પુષ્પાનું કંઈ બગાડી શકી નથી. તાજેતરમાં, વરુણ ધવનની બેબી જ્હોન, ઉન્ની મુકુંદનની માર્કો અને મોહનલાલની બેરોઝ 3D દર્શકોના હૃદયમાં પુષ્પા 2નું સ્થાન લઈ શકી નથી.