Cannes 2026: કાન્સ ક્લોઝિંગ સેરેમનીમાં ઐશ્વર્યા રાય બની શો-સ્ટોપર, વ્હાઇટ પેન્ટ-સૂટ અને કાતિલ અંદાજથી લૂંટી મહેફિલ

ઐશ્વર્યા રાયે ચાઇનીઝ ડિઝાઇનર ચેન ચાન દ્વારા ડિઝાઇન કરેલો પોશાક પહેર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 24 May 2026 11:27 AM (IST)Updated: Sun, 24 May 2026 11:27 AM (IST)
aishwarya-rai-white-feathered-pantsuit-look-at-cannes-film-festival-closing-ceremony
HIGHLIGHTS
  • કાન્સ ક્લોઝિંગ સેરેમનીમાં ઐશ્વર્યા રાય
  • વ્હાઇટ ફેધર પેન્ટ સૂટમાં બની શો-સ્ટોપર

Aishwarya Rai at Cannes 2026: ગત 12 મેના રોજ ફ્રેન્ચ રિવેરામાં શરૂ થયેલ પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બે અઠવાડિયાના સેલેબ્સના જલવા અને ફિલ્મોની સ્ક્રીનિંગ બાદ 23 મેના રોજ સંપન્ન થયો. આ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય શો-સ્ટોપર બનીને સૌનું ધ્યાન આકર્ષિત કરતી જોવા મળી હતી.

ચીની ડિઝાઇનરનો વ્હાઇટ પેન્ટ-સૂટ

ઐશ્વર્યા રાયએ કાન્સમાં પોતાના ત્રીજા લુક માટે ચીની ડિઝાઇનર ચેન ચાન દ્વારા ડિઝાઇન કરાયેલા સફેદ રંગના આકર્ષક આઉટફિટની પસંદગી કરી હતી. આ માસ્ટરપીસ પેન્ટ-શૂટના બ્લેઝર પર રત્નો જડેલા હતા, પેન્ટમાં લેસની સુંદર કારીગરી હતી અને ખભા પર સફેદ પીંછા (વ્હાઇટ ફેધર) વાળો બોઆ તેના સમગ્ર લુકને એકદમ બિન્દાસ બનાવી રહ્યો હતો.

naidunia_image

રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાયનો જલવો

52 વર્ષીય ઐશ્વર્યા રાય વ્હાઇટ પેન્ટ-સૂટમાં કોઈ પરી જેવી લાગી રહી હતી, અને રેડ કાર્પેટ પર સૌની નજર તેમના પર જ અટકી ગઈ હતી. અગાઉ આ ફેસ્ટિવલમાં તે અમિત અગ્રવાલ દ્વારા ડિઝાઇન કરાયેલા બ્લુ ગાઉનમાં જોવા મળી હતી, અને તેણે પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી હતી.

મોહિત રાયે કર્યો ઐશ્વર્યાનો લુક સ્ટાઈલ

સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ મોહિત રાય દ્વારા ઐશ્વર્યાનો આ લુક સ્ટાઈલ કરવામાં આવ્યો હતો. ઐશ્વર્યાએ વેવી હેરસ્ટાઈલ, સ્મોકી આઈ મેકઅપ અને પોતાની કોન્ફિડન્ટ સ્માઈલ સાથે પોતાના સિગ્નેચર અંદાજમાં રેડ કાર્પેટ પર ખૂબ પોઝ આપ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

આરાધ્યા બચ્ચને પણ કર્યું કાન્સમાં ડેબ્યૂ

નોંધનીય છે કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાયની આ 24મી હાજરી હતી. આ વર્ષના ઈવેન્ટની ખાસ વાત એ પણ રહી કે ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચને પણ 'લાઇટ્સ ઓન વિમેન્સ વર્થ એવોર્ડ' ના છઠ્ઠા એડિશનમાં રેડ કલરનો ગાઉન પહેરીને કાન્સના રેડ કાર્પેટ પર પોતાનું શાનદાર ડેબ્યૂ કર્યું હતું, જેનાથી આ ઇવેન્ટ વધુ ખાસ બની ગયો હતો.