Cannes 2026: અંતે ઇન્તજાર પૂરો થયો! બ્લૂ ગાઉનમાં ઐશ્વર્યા રાયનો જોવા મળ્યો અદભૂત અંદાજ; પુત્રી આરાધ્યા સાથે આપ્યા પોઝ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026ના રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાય બચ્ચને ભવ્ય વાપસી કરી છે. અમિત અગ્રવાલે ડિઝાઇન કરેલા ખાસ વાદળી ‘લુમિનારા’ ગાઉન અને ગુલાબી ડ્રેસમાં તે અત્યંત સુંદર લાગી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 23 May 2026 09:46 AM (IST)Updated: Sat, 23 May 2026 09:46 AM (IST)
cannes-2026-aishwarya-rai-red-carpet-luminara-blue-gown-aaradhya-pics

Aishwarya Rai Cannes look: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026ના રેડ કાર્પેટ પર બોલિવૂડ સુપરસ્ટાર અને કાન્સની સાચી રાણી ઐશ્વર્યા રાય બચ્ચને ફરી એકવાર પોતાની ભવ્ય વાપસીથી વૈશ્વિક ફેશન સ્ટેજ પર ધમાકો મચાવી દીધો છે. ફેન્સ જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે. ઐશ્વર્યાએ આંતરરાષ્ટ્રીય મંચ પર એક પછી એક બે શાનદાર લુક રજૂ કરીને ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે, જેમાં તેની પુત્રી આરાધ્યા પણ તેની સાથે ખાસ અંદાજમાં જોવા મળી હતી.

પ્રથમ લુક: વાદળી ‘લુમિનારા’ ગાઉન

પોતાના પ્રથમ અને સૌથી ચર્ચિત લુક માટે ઐશ્વર્યાએ જાણીતા ડિઝાઈનર અમિત અગ્રવાલ દ્વારા ખાસ ડિઝાઈન કરાયેલું 'લુમિનારા' ગાઉન પસંદ કર્યું હતું. આ વાદળી રંગના ગાઉનની ખાસિયતો ગાઉન પર અગ્રવાલની સિગ્નેચર 'ક્રિસ્ટલ વેઇન' ભરતકામ તકનીકનો ઉપયોગ કરીને જટિલ ક્રિસ્ટલ વર્ક કરવામાં આવ્યું હતું. આ અદભુત માસ્ટરપીસને સંપૂર્ણપણે હાથથી તૈયાર કરવામાં આવી હતી, જેને બનાવવામાં 1500 કલાકથી વધુ સમય લાગ્યો હતો. આ હેવી ગાઉનને ઐશ્વર્યાએ મેચિંગ બ્લુ દુપટ્ટા, સાઇડ-પાર્ટેડ વાંકડિયા વાળ, હીરાનો હાર અને મેચિંગ ઇયરિંગ્સ સાથે કૅરી કર્યો હતો. જોકે, આ ડ્રેસ ખૂબ ભારે હોવાને કારણે તેને ચાલવામાં થોડી મુશ્કેલી પડતી હોય તેવું વીડિયોમાં દેખાતું હતું, છતાં તેના આત્મવિશ્વાસે બધાનું દિલ જીતી લીધું હતું.

દ્વિતીય લુક: પુત્રી આરાધ્યા સાથે આછો ગુલાબી અંદાજ

પોતાના બીજા લુકમાં ઐશ્વર્યા આછા ગુલાબી રંગના અત્યંત સુંદર ગાઉનમાં નજરે પડી હતી. આ ડ્રેસની વિશેષતા તેના પર લપેટેલી મેચિંગ ગુલાબી રંગની કેપ અને તેનું અદભુત ડ્રેપિંગ હતું, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતું હતું.

આ ખાસ પળે સોશિયલ મીડિયા પર ત્યારે વધુ ધૂમ મચાવી જ્યારે તેની પુત્રી આરાધ્યા બચ્ચન પણ લાલ રંગના ખૂબ જ સુંદર ગાઉનમાં પોતાની માતા સાથે અદભુત પોઝ આપતી જોવા મળી. માતા-પુત્રીની આ જોડી રેડ કાર્પેટ પર આકર્ષણનું કેન્દ્ર બની હતી.

2002થી શરૂ થયેલી અવિરત સફર

ઐશ્વર્યા રાય બચ્ચન વર્ષ 2002થી સતત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે. છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી તેણીએ ફેશન અને સ્ટાઇલમાં અવનવા પ્રયોગો કર્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐશ્વર્યાએ સાબિત કરી દીધું કે ગ્રેસ, સુંદરતા અને આત્મવિશ્વાસની બાબતમાં આજે પણ વૈશ્વિક સ્તરે તેનો કોઈ મુકાબલો નથી.