Aishwarya Rai Aaradhya Bachchan: દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છ. બોલિવૂડના સિતારાઓ પણ ગણેશ ઉત્સવ મનાવી રહ્યા છે. ત્યારે હાલમાં અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની પુત્રી આરાધ્યા સાથે મુંબઈના GSB ગણપતિ પંડાલ દર્શન માટે પહોંચી હતી. જો કે આ દરમિયાન તેમની હેરસ્ટાઈલ જોઈને લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
ગણેશ પંડાલ પહોંચી ઐશ્વર્યા રાય અને આરાધ્યા
ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાના ગણેશ પંડાલના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ભારે સુરક્ષા વચ્ચે બંનેએ પંડાલમાં ભગવાનના દર્શન કર્યા હતા અને ચાહકો સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી. ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.
ઐશ્વર્યા રાય અને આરાધ્યાને લોકોએ ટ્રોલ કરી
ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાના વીડિયો વાઈરલ થતાં કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા. એનું કારણ એ હતું કે પંડાલમાં ઐશ્વર્યા અને આરાધ્યા બંનેના વાળ ખુલ્લા હતા, જેના પર લોકોએ કમેન્ટ કરી. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું કે એટલિસ્ટ મંદિરમાં તો વાળ બાંધી લો.
ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના અલગ થવા વિશેના સમાચાર હતા, પરંતુ બંને ઘણીવાર સાથે દેખાતા હવે તેમના સંબંધો તૂટવાના સમાચાર પર રોક લાગી ગઈ છે.