Adipurush Controversy: ફિલ્મ આદિપુરુષ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચી હિન્દુ સેના, ભગવાન રામની મજાક ઉડાવી હોવાનો લગાવ્યો આરોપ

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 16 Jun 2023 07:13 PM (IST)Updated: Fri, 16 Jun 2023 07:13 PM (IST)
adipurush-controversy-hindu-sena-moves-delhi-high-court-against-film-adipurush-accused-of-mocking-lord-ram

Adipurush Controversy: પ્રભાસ,કૃતિ અને સૈફ સ્ટારર ફિલ્મ આદિપુરુષ આજે દેશભરમાં રજૂ થઈ છે. ફિલ્મ રિલીઝ થતા જ વિવાદ શરૂ થઈ ગયો છે. હિન્દુ સેના દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ સેના દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે આ ફિ્મના કારણે રામાયણ, ભગવાન શ્રીરામ અને દેશની સંસ્કૃતિની મજકા ઉડાવે છે.

સંગઠન દ્વારા દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં રામાયણ, ભગવાન રામ અને અમારી સંસ્કૃતિની મજાક ઉડાવવામાં આવી છે. આ ઉપરાંત આ અરજીમાં હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે દિલ્હી કોર્ટ સમક્ષ આદિપુરુષમાં રાવણ, ભગવાન રામ, માતા સીતા અને હનુમાનને લઈને કથિત આપત્તિજનક દ્રશ્યોને હટાવવાની પણ માગ કરી છે. તેમનું કહેવું છે કે સીન રામાયણમાં જોવા મળતા ધાર્મિક ચરિત્રોના ચિત્રણથી વિપરીત છે.

આદિપુરુષમાં અભિનેતા સૈફ અલી ખાને રાવણની ભૂમિકા ભજવી છે. અરજીમાં ચરિત્રના દાઢીવાળા રુપ પર પણ આપત્તિ વ્યક્ત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચિત્રણના કારણે હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. અરજીમાં કહેવામાં આવ્યું કે- હિન્દુ બ્રાહ્મણ રાવણને ખોટી રીતે ભયાનક ચહેરો બનાવતા દેખાડવામાં આવ્યો છે, જે હિન્દુ સભ્યતાનું ઘોર અપમાન છે. જેમાં એવું પણ કહેવાયું છે કે ફિલ્મમાં રાવણ સાથેના દ્રશ્યો-તથ્યોને સંપૂર્ણરીતે તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું છે.