Adipurush Twitter Reviews: પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર 'આદિપુરુષ' જોયા બાદ ટ્વિટર પર યુઝર્સે આપી પ્રતિક્રિયા, ફિલ્મ જોતા પહેલા જાણો પબ્લિક રિએક્શન

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 16 Jun 2023 05:20 PM (IST)Updated: Fri, 16 Jun 2023 05:20 PM (IST)
adipurush-twitter-reviews-check-out-if-you-plan-to-watch-prabhas-kriti-sanon-saifs-ramayan-film

Adipurush Twitter Reviews: આજે વર્ષ 2023ની સૌથી વધુ અપેક્ષિત ફિલ્મોમાંની એક આદિપુરુષ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. આજે સવારથી જ સોશિયલ મીડિયા પર આદિપુરુષ, પ્રભાસ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે. ઓમ રાઉત નિર્દેશિત ફિલ્મ આદિપુરુષ રામાયણ પર આધારિત છે. ફિલ્મની એડવાન્સ બુકિંગ સારી રહી હતી. આજે સવારથી ફિલ્મના શો હાઉસફુલ રહ્યા હતા. દર્શકો તરફથી ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

લોકોએ ફિલ્મ જોયા પછી પોતાના રિવ્યૂ ટ્વિટર પર શેર કર્યા છે. ઘણા લોકોને ફિલ્મનું VFX નબળું લાગ્યું છે તો કેટલાક અન્ય લોકોને વિઝ્યુઅલ અને પ્રોજેક્ટનો ભવ્ય સ્કેલ તેમજ સંગીતકાર અજય અને અતુલનું સંગીત ઘણું પસંદ આવ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક યુઝરે આદિપુરુષના વિઝ્યુઅલ્સની ટીકા કરી કરી હતી અને તેની સરખામણી રામાનંદ સાગરના વર્ઝન સાથે કરતા કહ્યું કે, તે લિમિટેડ રિસોર્સ અને ટેકનોલોજી હોવા છતાં શાનદાર છે. 'આદિપુરુષના વિઝ્યુઅલ્સ જોયા પછી રામાનંદ સાગર માટે મારો આદર સો ગણો વધી ગયો છે, 26 વર્ષ પહેલાં, કોઈપણ ટેકનોલોજી અને લિમિટેડ રિસોર્સ વિના તેમણે જાદુ બનાવ્યો, તેમનો જાદુ આટલા વર્ષો પછી પણ અજોડ છે.' અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું કે, 'આદિપુરુષ વિશેની સૌથી સારી બાબત અજય અને અતુલનું સંગીત છે. જય શ્રી રામ, રામ સીયા રામ અને તુ હૈ શીતલ ધારા ખૂબ જ સુંદર છે. રચના અને તે પણ ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે.' વાંચો અન્ય કેટલાક ટ્વિટ્સ.

ઓમ રાઉત નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ'માં અભિનેતા પ્રભાસ ભગવાન રામના રોલમાં, માતા સીતાના રોલમાં કૃતિ સેનન ઉપરાંત સૈફ અલી ખાન રાવણના રોલમાં છે. સની સિંહ લક્ષ્મણના રોલમાં તેમજ અભિનેતા દેવદત્ત ગજાનન હનુમાનજીના રોલમાં છે. બોલિવૂડ હંગામાની રિપોર્ટ અનુસાર, આદિપુરુષ 500 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મ હિંદી સિવાય તમિલ, તેલુગૂ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થઈ છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.