Manoj Muntashir Apology: સુપરસ્ટાર પ્રભાસ અને કુતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝની સાથે જ વિવાદમાં ઘેરાઈ ગઈ હતી. દર્શકો ફિલ્મના ડાયલોગ અને પાત્રોના લુકને કારણે ફિલ્મને ટ્રોલ કરી રહ્યા હતા. ફિલ્મમાં એવા કેટલાય ડાયલોગ હતા જેના કારણે દર્શકોની લાગણીઓને ઠેસ પહોંચી હતી. ત્યારે હવે ફિલ્મના વિવાદાસ્પદ ડાયલોગ મામલે ફિલ્મના ડાયલોગ લેખક મનોજ મુન્તાશીરે ટ્વિટ કરીને દર્શકોની બિનશરતી માફી માગી છે.
આજે વહેલી સવારે મનોજ મુન્તાશીરે ટ્વિટર પર દર્શકોની માફી માગતા લખ્યું કે, 'હું સ્વીકાર કરું છું કે ફિલ્મ આદિપુરુષ દ્વારા જનતાની લાગણીઓને ઠેસ પહોંચી છે. મારા તમામ ભાઈઓ-બહેનો, વડીલો, પૂજ્ય સાધુ-સંતો અને શ્રી રામના ભક્તોની, હું હાથ જોડીને બિનશરતી માફી માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા બધા પર કૃપા કરે, આપણે એક અને અતૂટ રહીને આપણા પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે!'
मैं स्वीकार करता हूँ कि फ़िल्म आदिपुरुष से जन भावनायें आहत हुईं हैं.
— Manoj Muntashir Shukla (@manojmuntashir) July 8, 2023
अपने सभी भाइयों-बहनों, बड़ों, पूज्य साधु-संतों और श्री राम के भक्तों से, मैं हाथ जोड़ कर, बिना शर्त क्षमा माँगता हूँ.
भगवान बजरंग बली हम सब पर कृपा करें, हमें एक और अटूट रहकर अपने पवित्र सनातन और महान देश की…
ઓમ રાઉત નિર્દેશિત ફિલ્મ આદિપુરુષ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી, લોકોએ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી બાબતો પર વાંધો પણ વ્યક્ત કર્યો હતો. ભારે વિવાદ બાદ ફિલ્મના કેટલાક ડાયલોગ પણ બદલવામાં આવ્યા હતા. ત્યારે હવે મનોજ મુન્તાશીરે ટ્વિટ કરીને દર્શકોની બિનશરતી માફી માગી લીધી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
